Breaking News : ભારત સામે ખતરનાક આતંકી ષડયંત્રનો ખુલાસો ! NIA એ 7 વિદેશી નાગરિકોને દબોચ્યા

ભારતની ધરતી પરથી વિદેશી નાગરિકો આતંકી સંગઠનોને ટ્રેનિંગ આપી રહ્યા છે? એક અમેરિકન અને છ યુક્રેનિયન નાગરિકોની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ સચેત થઈ ગઈ હતી. મિઝોરમથી મ્યાનમાર સુધી ફેલાયેલા આ ખતરનાક નેટવર્કનો NIA એ કેવી રીતે પર્દાફાશ કર્યો?

Breaking News : ભારત સામે ખતરનાક આતંકી ષડયંત્રનો ખુલાસો ! NIA એ 7 વિદેશી નાગરિકોને દબોચ્યા
Image Credit source: AI
| Updated on: Mar 17, 2026 | 7:36 PM

ભારતની સુરક્ષા સામે એક નવો અને ગંભીર ખતરો સામે આવ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચવાના આરોપમાં એક અમેરિકન અને છ યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરી છે. આ મામલો એટલો ગંભીર છે કે ગૃહ મંત્રાલયના નિર્દેશ પર તાત્કાલિક UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોણ છે આ વિદેશીઓ અને કેવી રીતે પકડાયા?

ધરપકડ કરાયેલા લોકોમાં અમેરિકન નાગરિક મેથ્યુ આરોન વેન ડાઈક અને છ યુક્રેનિયન નાગરિકો સામેલ છે.

  • ઓપરેશન: આ વિદેશીઓને કોલકાતા, દિલ્હી અને લખનૌ એરપોર્ટ પરથી અલગ-અલગ તબક્કે ઝડપી લેવામાં આવ્યા હતા.
  • રૂટ: તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને પછી ગેરકાયદેસર રીતે મિઝોરમ થઈને મ્યાનમાર પહોંચ્યા હતા.

ડ્રોન ઓપરેશન અને ખતરનાક ટ્રેનિંગ

આરોપીઓએ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે:

  • શસ્ત્ર જૂથોને ટ્રેનિંગ: તેઓ મ્યાનમારના સશસ્ત્ર જૂથો (EAGs) ને ડ્રોન એસેમ્બલી, ડ્રોન ઓપરેશન અને સિગ્નલ જામિંગ જેવી હાઈટેક ટેકનિક શીખવી રહ્યા હતા.
  • ડ્રોન સપ્લાય: એવો શંકા છે કે તેઓ યુરોપથી મોટી સંખ્યામાં ડ્રોન સાધનો ભારત થઈને મ્યાનમાર મોકલી રહ્યા હતા.
  • ભારતીય સંગઠનો સાથે લિંક: NIA ને આશંકા છે કે મ્યાનમારના આ જૂથો ભારતના પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનોને હથિયાર અને તાલીમ આપીને ભારતની અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

કોર્ટમાં રજૂઆત અને તપાસ તેજ

NIA એ તમામ સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા છે. એજન્સી હવે એ જાણવા મથી રહી છે કે આ નેટવર્કને ફંડિંગ ક્યાંથી મળતું હતું અને ભારતમાં તેમના અન્ય કોઈ સાથીદારો છુપાયેલા છે કે નહીં. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી દરેક એન્ગલથી ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

વિદેશી નાગરિકો દ્વારા ભારતીય સરહદનો ઉપયોગ કરીને આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ ખૂબ જ ચિંતાજનક બાબત છે. NIA ની આ ત્વરિત કાર્યવાહીથી એક મોટી આફત ટળી હોવાનું મનાય છે.

Breaking News : મારુતિ સુઝુકીને આવકવેરા વિભાગની ₹5786 કરોડની નોટિસ ! છતાં શેર હોલ્ડર્સ કેમ થયા ખુશ?

Follow Us