Breaking News : એફિલ ટાવર પર વીજળી પડે છે, છતાં કોઈ નુકસાન કેમ નથી થતું? રહસ્ય જાણો જુઓ Video

પેરિસમાં આવેલા ભયંકર વાવાઝોડા દરમિયાન એફિલ ટાવર પર વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ નજારો ખુબ ડરામણો હતો પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ ટાવરને આવી ઘટના માટે તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો વિસ્તારથી જાણીએ.

Breaking News :  એફિલ ટાવર પર વીજળી પડે છે, છતાં કોઈ નુકસાન કેમ નથી થતું? રહસ્ય જાણો જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jun 29, 2026 | 9:42 AM

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારે વાવાઝોડા દરમિયાન એફિલ ટાવર પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અચાનક વીજળી ચમકે છે. થોડી સેકન્ડોમાં વીજળી સીધી 330 મીટર ઉંચા ટાવર સાથે ટકરાય છે. આ નજારો જોઈ લોકો પણ હેરાન રહી ગયા હતા. વિશેષજ્ઞોનું કહેવું છે કે, આમાં ડરવાની કોઈ વાત નથી. એફિલ ટાવરને આવી વીજળીનો સામનો કરવા માટે જ બનાવવામાં આવ્યો છે.

દર વર્ષે 5 થી 10 વખત વીજળી પડે છે

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ એફિલ ટાવર પર દર વર્ષે 5 થી 10 વખત વીજળી પડે છે. આનું સૌથી મોટું કારણ તેની ઉંચાઈ છે. વીજળી હંમેશા ઉંચી ધાતુની સંરચના પર પડે છે. કારણ કે, ત્યાંથી તેને જમીન પર પહોંચવાનો સૌથી સહેલો રસ્તો મળે છે.

 

 

કેમ નુકસાન થતું નથી?

એફિલ ટાવર ફૈરાડે કેઝ સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે, સુરક્ષા આપનારી ધાતુ સરંચના વીજળીનો બધો કરંટ લોખંડના ઢાંચાથી થઈ સીધો જમીનમાં ચાલ્યો જાય છે. આનાથી ટાવરની અંદર રહેલા લોકોને કોઈ ખતરો થતો નથી. ટાવરમાં આધુનિક સર્જ પ્રોટેક્શન સિસ્ટમ પણ લાગેલી છે. આ લિફ્ટ ,લાઈટ, સંચાર પ્રણાલી અને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને સુરક્ષિત રાખે છે.

શું વીજળી પડવાથી ટાવર બંધ થઈ જાય?

ભારે વાવાઝોડા કે પવનના કારણે સુરક્ષા માટે થોડો ભાગ બંધ કરી શકાય છે પરંતુ માત્ર વીજળી પડવાથી ટાવરને નુકસાન પહોંચવું ખુબ દુર્લભ છે.

કેમ બની રહીછે આવી ઘટનાઓ?

પશ્ચિમી યુરોપ આ સમયે ભીષણ ગરમી અને ભારે વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગરમ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી, વાવાઝોડા ઝડપથી બને છે. તેથી, પેરિસમાં જોવા મળતું આ દ્રશ્ય ડરામણું લાગે છે, પરંતુ એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી એફિલ ટાવર પર વીજળી પડવા માટે દુનિયાની સૌથી સુરક્ષિત ઈમારત ગણવામાં આવે છે.

જો આપણે યુરોપના રાજકીય નકશા પર નજર કરીએ, તો તેના હૃદય સમાન વચ્ચોવચ એક દેશ દેખાય છે,  અહી ક્લકિ કરો

Follow Us