Breaking News: ઈથોપિયામાં સુરક્ષા દળો અને મિલિશિયા જૂથ વચ્ચે હિંસા ચાલુ, બ્લાસ્ટમાં 26ના મોત

|

Aug 15, 2023 | 8:27 AM

બે જૂથો વચ્ચે લડાઈ ફાટી નીકળ્યા પછી ઇથોપિયન સરકારે 4 ઓગસ્ટના રોજ અમહારામાં છ મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી. તે જ સમયે, લશ્કરી જૂથે કહ્યું કે આના કારણે દેશ પર રાષ્ટ્રીય સંકટ આવી શકે છે.

Breaking News: ઈથોપિયામાં સુરક્ષા દળો અને મિલિશિયા જૂથ વચ્ચે હિંસા ચાલુ, બ્લાસ્ટમાં 26ના મોત

Follow us on

ઇથોપિયા (Ethiopia)માં સુરક્ષા દળો અને મિલિશિયા જૂથો વચ્ચે હિંસા ચાલુ છે. આ દરમિયાન ફિનોટ સલેમમાં થયેલા વિસ્ફોટ (blast)માં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. ઇથોપિયન માનવ અધિકાર પંચે હિંસા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે ફિનોટ સલેમમાં બ્લાસ્ટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિનોટ સલેમમાં વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

હિંસામાં 160 લોકો ઘાયલ

આ પહેલા સુરક્ષા દળો અને મિલિશિયા જૂથ વચ્ચે ચાલી રહેલી હિંસામાં ઘાયલ થયેલા 160 લોકોને સારવાર આપવામાં આવી છે. માહિતી અનુસાર, 3 ઓગસ્ટના રોજ અમહરાના સરકારી સુરક્ષા દળો અને ફેનો નામના સ્થાનિક લશ્કરી જૂથ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ બંને જૂથો વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ઇથોપિયન માનવ અધિકાર પંચ (EHRC) એ પણ હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન

બે જૂથો વચ્ચે લડાઈ ફાટી નીકળ્યા પછી, ઇથોપિયન સરકારે 4 ઓગસ્ટના રોજ અમહારામાં છ મહિનાની કટોકટીની સ્થિતિ જાહેર કરી. લશ્કરી જૂથે કહ્યું હતું કે આના કારણે દેશ પર રાષ્ટ્રીય સંકટ આવી શકે છે. તો બીજી તરફ આયોગે કહ્યું કે અમહરાના ઘણા વિસ્તારોમાં લડાઈ થઈ છે. આમાં આર્ટિલરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક નાગરિકોના મોત થયા છે. ઘણા નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં પણ ભારે હાલાકી ભોગવવી પડી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Breaking News: ઈથોપિયામાં સુરક્ષા દળો અને મિલિશિયા જૂથ વચ્ચે હિંસા ચાલુ, બ્લાસ્ટમાં 26ના મોત

ઘણા દેશોએ શાંતિની અપીલ કરી હતી

સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયા, જાપાન, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને યુએસએ સંયુક્ત નિવેદન જારી કરીને બંને બાજુના નાગરિકોની સુરક્ષા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે વિવાદનો અંત લાવવા માટે કામ કરવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:20 am, Tue, 15 August 23

Next Article