Breaking News : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે તબાહી, ઇમારતો ધરાશાયી, 10 હજાર લોકોના મોતની આશંકા

Venezuela Earthquake: વેનેઝુએલામાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 હતી. ભૂકંપના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું હતું. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં હજારો લોકોના મોતની આશંકા છે. આ દરમિયાન, જાપાનમાં જમીન ધ્રુજી ઉઠી.

Breaking News : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે તબાહી, ઇમારતો ધરાશાયી, 10 હજાર લોકોના મોતની આશંકા
| Updated on: Jun 25, 2026 | 2:13 PM

Venezuela Earthquake : વેનેઝુએલામાં બે મોટા ભૂકંપ (7.1 અને 7.5ની તીવ્રતા) એ ભારે વિનાશ મચાવ્યો છે. અસંખ્ય ઇમારતોને નુકસાન થયું છે, કેટલીક ધરાશાયી થઈ છે, અને કેટલીકમાં તિરાડો પડી ગઈ છે. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મોન્ટાલ્બનથી 25 કિલોમીટર દૂર હતું. રાજધાની કારાકાસ સૌથી વધુ પ્રભાવિત થયું છે અને હજારો લોકોના મોતની આશંકા છે.

રિપોર્ટ અનુસાર, રાજધાની કારાકાસમાં થોડીક સેકન્ડોમાં બે શક્તિશાળી ભૂકંપ અનુભવાયા. પહેલો ભૂકંપ 7.1 ની તીવ્રતાનો હતો, જ્યારે બીજો ભૂકંપ 7.5 ની તીવ્રતાનો હતો. ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ, જેના કારણે લોકો પોતાના ઘરો અને શેરીઓછોડી રસ્તા પર આવ્યા છે. સ્થળાંતર કરવાની તાકીદ કરવામાં આવી છે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 6:04 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ થોડીક સેકન્ડોમાં બીજો ભૂકંપ આવ્યો.

 

હજારો લોકોના મોતની આશંકા – USGS

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ,કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કેટલું નુકસાન થયું છે. જોકે, USGS કહે છે કે બીજા ભૂકંપથી નોંધપાત્ર નુકસાન થવાની અને હજારો લોકોના મોત થવાની સંભાવના છે.

 

1967માં વેનેઝુએલામાં આવો જ ભૂકંપ આવ્યો હતો,

ઉલ્લેખનીય છે કે1967માં પણ વેનેઝુએલામાં આવો જ ભૂકંપ આવ્યો હતો. તે સમયે 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.1,500 થી વધુ લોકો ઘાયલ થયા હતા. કરોડોની સંપત્તિનો નાશ થયો હતો.

જાપાનમાં પણ 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જાપાનમાં પણ મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.9માપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની જાણ થઈ નથી. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

 

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી,અહી ક્લિક કરો

 

Published On - 7:29 am, Thu, 25 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.