Breaking News : હૂતીના હુમલાઓથી સાઉદી અરેબિયા હચમચી ગયું, 9 દેશોમાં STEP એલર્ટ, અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરી

રિયાદ પર હૂતી મિસાઈલ ડ્રેન હુમલા પછી અમેરિકાએ મિડિલ ઈસ્ટમાં પોતાના નાગરિકોને સતર્ક રહેવાનું કહ્યું છે. વિદેશમાં રહેતા અમેરિકનોને આ પ્રદેશમાં મુસાફરી કરવાનું ગંભીરતાથી વિચારવાની સલાહ આપવામાં આવી હતી.

Breaking News : હૂતીના હુમલાઓથી સાઉદી અરેબિયા હચમચી ગયું, 9 દેશોમાં STEP એલર્ટ, અમેરિકાએ એડવાઇઝરી જાહેર કરી
| Updated on: Sep 20, 2026 | 8:05 AM

ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીયોએ સઉદી અરબના રિયાદ સહિત અનેક મોટા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલના કારણે સઉદીએ રિયાદ સહિત આખા દેશમાં હવાઈ હુમલાની ચેતવણી જાહેર કરી છે. તો બીજી બાજુ મિડિલ ઈર્સ્ટમાં તણાવ વધવા અને અમેરિકી હિતોના ખતરો હોવાના કારણે અમેરિકાએ પશ્ચિમ એશિયાના દેશો માટે ए STEP (Smart Traveler Enrollment Program) અલર્ટ જાહેર કર્યું છે. જેમાં નાગરિકોને સલાહ આપવામાં આવી કે, આ વિસ્તારની મુસાફરી કરતા પહેલા અહીથી પસાર થતા પહેલા વિચાર કરશો. નાગરિકોને (STEP) પર પહોંચી રજિસ્ટર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. જેનાથી પળે પળની સુચનાઓ અને સુરક્ષા અપડેટ મળી શકે.

અલર્ટ જાહેર

હૂતીઓએ શનિવારના રોજ કહ્યું કે, તેમણે રિયાદમાં અનેક સંવેદનશીલ ઠેકાણાને નિશાન બનાવ્યા છે. ત્યારબાદ મુખ્ય શહેર એરપોર્ટની પાસે આગની ઝપેટ અને કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. સઉદીના નેતૃત્વ વાળા સૈન્ય ગઠબંધને જણાવ્યું કે, તેની એર ડિફેન્સે રિયાદની દ્વારા છોડવામાં આવેલી બૈલિસ્ટિક મિસાઈલને હવામાં જ નષ્ટ કર્યો છે. તો બીજી બાધુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૈંપ ડેવિડમાં રાત્રિનો સમય પસાર કર્યા બાદ વ્હાઈટ હાઉસ પરત ફર્યા હતા. તેનો કૈંપ ડેવિડ પ્રવાસ નક્કી સમય પહેલા પૂર્ણ થયો છે. વધતા તણાવ વચ્ચે અમેરિકાના બોમ્બર બ્રિટેનના એરબેસથી રવાના થયા હતા.

હૂતીઓએ હુમલાનું કારણ જણાવ્યું

હૂતિયોએ રિયાદ સિવાય લાલ સાગરના મુખ્ય તેલ નિયાર્ત કેન્દ્ર યાન્બુમાં સઉદી અરામકો સુવિધા પર પણ હુમલાઓનો દાવો કર્યો હતો. જૂથે કહ્યું હતું કે આ હુમલાઓ યમનની રાજધાની સનામાં સાઉદી કાર્યવાહીનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. સાઉદી ગઠબંધને એમ પણ કહ્યું હતું કે, તેણે બિશ, ફરાસન, તૈફ અને યાન્બુમાં નાગરિકોને લક્ષ્ય બનાવતા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

 

 

હૂતિઓએ જુલાઈમાં સઉદી અરબ વિરુદ્ધ નૌસૈનિક નાકાબંધી કર્યા પછી હુમલા વધાર્યા છે. તેના નિશાન પર સઉદી શહેર, ઉર્જાનો ઢાંચો અને લાલ સાગરની શિપિંગ રહી છે. જેનાથી વૈશ્વિક તેલ સપ્લાઈ અને સમુદ્રી વ્યાપાર પર ખતરો વધ્યો છે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાથી પ્રભાવિત છે.

મિડિલ ઈસ્ટ બહાર પણ અમેરિકાના ઠેકાણા પર હુમલો

અમેરિકાએ એ પણ કહ્યું કે, તેના રાજકીય ઠેકાણાને મિડિલ ઈસ્ટની બહાર પણ નિશાને બનાવવામાં આવ્યું છે. ઈાન અને તેના સમર્થક અમેરિકી હિતો, કારોબાર અને અમેરિકા સાથે જોડાયેલા ઠેકાણાને નિશાને બનાવી શકે છે. રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે સઉદી અપીલ પછી હૂતિયો સામે સીધા યુએસ લશ્કરી હસ્તક્ષેપને નકારી કાઢ્યો છે. તુર્કીએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર હેઠળ સહાયની ઓફર કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ હુતી હુમલાઓની નિંદા કરી છે.

સાઉદી અરેબિયા મધ્ય પૂર્વમાં સ્થિત એક સુન્ની મુસ્લિમ દેશ છે. તે 1750 ની આસપાસ સાઉદ દ્વારા સ્થાપિત ઇસ્લામિક રાજાશાહી છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.