AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર! H-1B સહિત 5 વિઝાના એક્સટેન્શન નિયમો થશે વધુ કડક ?

અમેરિકા H-1B સહિત અનેક શ્રેણીના વર્ક વિઝાના એક્સટેન્શનના નિયમો વધુ કડક કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત નિયમ હેઠળ અગાઉ આપવામાં આવેલી વિઝા મંજૂરીને ફરીથી અરજીની તપાસ કરતી વખતે મહત્ત્વ આપવું અધિકારીઓ માટે ફરજિયાત રહેશે નહીં.

Breaking News : અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર! H-1B સહિત 5 વિઝાના એક્સટેન્શન નિયમો થશે વધુ કડક ?
H-1B Visa Extension Rules Stricter USCISImage Credit source: AI Generated
| Updated on: Nov 13, 2026 | 9:04 AM
Share

અમેરિકામાં કામ કરતા હજારો H-1B વિઝાધારકો અને અન્ય વિદેશી કર્મચારીઓ માટે હવે વર્ક વિઝાનું એક્સટેન્શન મેળવવું પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની શકે છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS)એ નવા પ્રસ્તાવ હેઠળ વિઝા એક્સટેન્શનની તપાસ પ્રક્રિયા વધુ કડક કરવાની તૈયારી કરી છે. આ પ્રસ્તાવ મુજબ, યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના અધિકારીઓ માટે એ જરૂરી રહેશે નહીં કે તેઓ અગાઉ એ જ નોકરીદાતા, કર્મચારી અને નોકરી માટે આપવામાં આવેલી વિઝા મંજૂરીને નવી અરજીની તપાસ વખતે આધાર તરીકે સ્વીકારે.

DHSના અંદાજ મુજબ, આ ફેરફારથી દર વર્ષે આશરે 2,08,429 અરજીઓ પ્રભાવિત થઈ શકે છે. તેમાં H-1B, L-1, O-1, TN અને E કેટેગરીના વિઝાનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ 14 ઓક્ટોબર, 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેના પર સામાન્ય લોકો અને સંબંધિત પક્ષો પોતાનાં સૂચનો 13 નવેમ્બર, 2026 સુધી આપી શકશે. જોકે, હજુ સુધી આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળી નથી. જ્યાં સુધી DHS અંતિમ નિયમ જાહેર કરીને તેને અમલી બનાવતું નથી, ત્યાં સુધી હાલની વ્યવસ્થા ચાલુ રહેશે.

અગાઉની મંજૂરીને આપવામાં આવતું હતું મહત્ત્વ

હાલના નિયમો મુજબ, જો કોઈ નોકરીદાતા એ જ કર્મચારી, એ જ નોકરી અને સમાન પરિસ્થિતિઓમાં વિઝા એક્સટેન્શન માટે અરજી કરે છે, તો USCIS સામાન્ય રીતે અગાઉ આપવામાં આવેલી મંજૂરીને મહત્ત્વ આપે છે. જોકે, જો અગાઉના નિર્ણયમાં કોઈ ગંભીર ભૂલ સામે આવે, પરિસ્થિતિમાં ફેરફાર થાય અથવા પાત્રતા સંબંધિત નવી માહિતી મળે, તો અધિકારીઓ અગાઉના નિર્ણયથી અલગ નિર્ણય લઈ શકે છે. હવે DHS આ વ્યવસ્થાને દૂર કરવા માગે છે. તેના માટે નિયમ 8 CFR 214.1(c)(5)ને દૂર કરીને તેને રિઝર્વ્ડ એટલે કે ભવિષ્ય માટે અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

જો આ ફેરફાર અમલમાં આવશે, તો અધિકારીઓ વિઝા એક્સટેન્શનની દરેક અરજીની નવેસરથી તપાસ કરી શકશે. અગાઉ જે મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો હોય, તેના પર પણ ફરીથી વિચાર કરી શકશે. જોકે, અગાઉ આપવામાં આવેલી મંજૂરીને પુરાવા તરીકે ધ્યાનમાં લઈ શકાશે, પરંતુ તેને મહત્ત્વ આપવું અધિકારીઓ માટે ફરજિયાત રહેશે નહીં.

નિયમોમાં ફેરફાર કરવા પાછળ DHSની શું દલીલ છે?

DHSનું કહેવું છે કે હાલની વ્યવસ્થામાં વિઝા માટેની પાત્રતા સાબિત કરવાની જવાબદારી નોકરીદાતાની હોય છે. પરંતુ અગાઉની મંજૂરીને મહત્ત્વ આપવાની નીતિને કારણે આ જવાબદારી પરોક્ષ રીતે USCISના અધિકારીઓ પર આવી શકે છે. વિભાગની દલીલ છે કે આ વ્યવસ્થાને કારણે અધિકારીઓ પાત્રતાની સંપૂર્ણ તપાસ માટે વધારાના દસ્તાવેજો માગવાનું ટાળી શકે છે. એટલું જ નહીં, અગાઉ આપવામાં આવેલા કોઈ ખોટા નિર્ણયની અસર ભવિષ્યની અરજીઓ પર પણ પડી શકે છે.

વિઝા એક્સટેન્શન દરમિયાન અગાઉની મંજૂરીને મહત્ત્વ આપવાની નીતિ સૌપ્રથમ 2004માં USCISના એક મેમોરેન્ડમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2017માં આ નીતિ પાછી ખેંચી લેવામાં આવી હતી. ત્યારબાદ 2021માં તેને ફરીથી લાગુ કરવામાં આવી હતી. વર્ષ 2024ના H-1B મોડર્નાઇઝેશન નિયમ હેઠળ DHSએ આ નીતિને કાનૂની સ્વરૂપ આપ્યું હતું, જે જાન્યુઆરી 2025થી અમલી બન્યો હતો.

H-1B વિઝાધારકો પાસેથી માગવામાં આવી શકે છે વધુ દસ્તાવેજો

DHSના જણાવ્યા અનુસાર, ફોર્મ I-129 હેઠળ કરવામાં આવતી કુલ અરજીઓમાંથી 75 ટકાથી વધુ અરજીઓ H-1B વિઝા સંબંધિત હોય છે. તેથી પ્રસ્તાવિત ફેરફારની સૌથી વધુ અસર H-1B વિઝાધારકો પર પડી શકે છે. નિયમિત વિઝા એક્સટેન્શન દરમિયાન પણ USCIS વધુ સંખ્યામાં વધારાના પુરાવાની માગ (RFE – Request for Evidence) કરી શકે છે. અધિકારીઓ નોકરીદાતાઓ પાસેથી વધારાના દસ્તાવેજો માગી શકશે.

આ ઉપરાંત, સંબંધિત નોકરી વિશેષ લાયકાત ધરાવતી નોકરીની શ્રેણીમાં આવે છે કે નહીં તેની પણ ફરીથી તપાસ કરી શકશે. DHSનો અંદાજ છે કે આ ફેરફારને કારણે દર વર્ષે આશરે 6,044 વધારાના RFE જારી થઈ શકે છે. વિભાગના વિશ્લેષણમાં એવું પણ સામે આવ્યું છે કે અગાઉની મંજૂરીને મહત્ત્વ આપવાની નીતિ અમલમાં હતી અને જે સમયગાળામાં આ નીતિ અમલમાં નહોતી, તે બંને સમયગાળામાં વિઝા અરજીઓ નામંજૂર થવાના દરમાં આંકડાકીય રીતે કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નહોતો.

જોકે, વધારાના દસ્તાવેજોની માગ વધવાથી નોકરીદાતાઓ અને USCIS બંને પર કામનું ભારણ વધી શકે છે. પરિણામે વિઝા એક્સટેન્શનની અરજીની પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે.

આ પણ વાંચો, આગામી 10 વર્ષમાં AI ની મદદથી કેન્સર અને અલ્ઝાઇમરનો ઈલાજ થશે શક્ય! Anthropic ના CEO નો મોટો દાવો

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
g clip-path="url(#clip0_868_265)">