Breaking News : યુક્રેને રશિયન ટેન્કર પર કર્યો હુમલો, 23 ભારતીયોનું રેસ્ક્યુ કરાયું

રશિયા (Russian)ના દક્ષિણ કિનારા પર એક તેલ ટેન્કર પર કથિત યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે ભીષણ આગ લાગી છે, જેના કારણે સોચી પર કાળો ધુમાડો છવાઈ ગયો છે. કાળા સમુદ્રમાં લાઇબેરિયાના ધ્વજવાળા ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો.

Breaking News :  યુક્રેને રશિયન ટેન્કર પર કર્યો હુમલો, 23 ભારતીયોનું રેસ્ક્યુ કરાયું
| Updated on: Oct 07, 2026 | 7:38 AM

રશિયાના દક્ષિણી કિનારાની પાસે એક ઓઈલ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ જહાજ પર યુક્રેને નેવલ ડ્રોનથી હુમલો કર્યો હતો. જેનાથી રિસોર્ટ શહર સોચીના કેટલાક ભાગની ઉપર કાળા ધુમાડા જોવા મળ્યા હતા. રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે જણાવ્યું કે, લાઈબેરિયાના ઝંડાવાળા આ ટેન્કર પર કાળા સાગરમાં હુમલો કરવામાં આવ્યો છે. આગ એટલી ભીષણ હતી કે, ફાયરફાીટર્સ તરત આના પર કાબુ મેળવી શક્યા નહી. પરંતુ જહાજ પર રહેલા તમામ 23 ક્રુ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. આ તમામ ભારતીય નાગરિક હતા.

સોચીથી આવેલા એક વીડિયો અને ફોટોમાં સુમદ્ર કિનારે આગ અને આકાશમાં વાદળોના ધુમાડા જોવા મળ્યા હતા.સાવચેતી રૂપે, અધિકારીઓએ દરિયાકિનારા અને દરિયાકાંઠાના પ્રદેશના ભાગોમાં પ્રવેશ પ્રતિબંધિત કર્યો હતો. સિરિયસ ફેડરલ ટેરિટરીના વડા દિમિત્રી પ્લ્યુશકિને ટેન્કરમાં આગ લાગવાની પુષ્ટિ કરી હતી અને સ્થાનિક દરિયાકિનારાને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરી હતી.

સમુદ્ર કિનારો થોડા સમય માટે બંધ કરાયો

તેમણે કહ્યું કે, બ્લેક સીમાં એક ટેન્કરમાં આગ લાગી છે. લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સિરિયસસના સમુદ્ર વિસ્તાર કેટલાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પાણી અને હવાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમણે એ પણ કહ્યું કે, અધિકારી રશિયાની હાઈડ્રોમેટિયોરોલોજિકલ સર્વિસની સાથે મળી કામ કરી રહ્યા છે.

અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમજ લોકોને ઘરની અંદર અને બારી-દરવાજા બંધ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે રશિયા યુક્રેન બ્લેક સીની આસપાસ ચાલી રહેલી જંગ સાથે જોડાયેલા એનર્જી સેન્ટર્સ અને કર્મશિયલ શિપિંગને નિશાન બનાવી રહ્યા છે.

રશિયા સતત કીવ પર હુમલા કરી રહ્યું છે

બંને પક્ષોએ પોતાના હુમલાને વધુ તેજ કરવાના સંકેત આપ્યા છે.રશિયાએ કીવ પર તેજ હુમલો કર્યો છે. જેમાં દિવસના સમય ડ્રોન હુમલા અને કેટલાક પુલ પર હુમલા સામેલ છે. હુમલામાં યુક્રેનની રાજધાનીને ભારે નુકસાન થયું છે. તો દક્ષિણી રશિયામાં તેલના ઠેકાણા પર અગાઉના યુક્રેનિયન હુમલાઓને કારણે દરિયાકિનારા બંધ થયા અને અન્ય પર્યાવરણીય ચિંતાઓ ઉભી થઈ છે.

એક એવો નેતા કે પ્રવાસમાં જાય તો સાથે રસોયા અને ટોઈલેટ પણ લઈ જાય છે, જુઓ પુતિનનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.