Pakistan Breaking: ઈમરાન ખાનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટ મુક્ત કરવા આપ્યો આદેશ

|

May 11, 2023 | 6:57 PM

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાડોશી દેશ પાકિસ્તાન સળગી રહ્યું છે. હવે ત્યાંની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

Pakistan Breaking: ઈમરાન ખાનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટ મુક્ત કરવા આપ્યો આદેશ
Image Credit source: Google

Follow us on

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. હવે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે, જ્યાંથી મંગળવારે અર્ધલશ્કરી દળોએ તેમની ધરપકડ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ઈમરાન ખાન સાથે ન્યાય નથી થયો. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસક દેખાવો થયા હતા.

આ પણ વાચો: Pakistan Crisis: કોરમાથી લઈને સલાડ સુધી બધું લૂંટી ગયા ઈમરાન ખાનના સમર્થકો, વીડિયો જોઈને તમે પણ કહેશો કે ગજબ છે આ પાકિસ્તાનીઓ !

રીલીઝ ઓર્ડર બાદ ઈમરાન ખાને કહ્યું કે તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. મને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. કોર્ટની બહારથી અર્ધલશ્કરી દળોએ મારું અપહરણ કર્યું હતું.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

આ પહેલા સુપ્રીમ કોર્ટે સેનાને જોરદાર ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)એ ગેરકાયદેસર રીતે ઈમરાન ખાનની ધરપકડ કરી અને કોર્ટનું અપમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે NABને એક કલાકમાં ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

લોકોએ શાંતિપૂર્ણ વિરોધ માટે એકઠા થવું જોઈએ – પીટીઆઈની અપીલ

બીજી તરફ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે પોતાના સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે લાહોર આવવાની અપીલ કરી છે. લાહોરના 4 વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ એકઠા થઈ રહ્યા છે. ઈમરાનની બહેને અપીલ કરી છે કે વિરોધીઓએ હિંસા ન કરવી જોઈએ. પાર્ટીએ સમર્થકોને લાહોરના ફિરોઝપુર રોડ, બરકત માર્કેટ, લિબર્ટી માર્કેટ અને લાલ જન ચોકમાં ભેગા થવાનું કહ્યું હતું.

વિરોધ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ઈમરાન ખાનની બે બહેનો પણ રસ્તા પર ઉતરી આવી હતી અને લોકોને અપીલ કરતી જોવા મળી હતી. ઈમરાન ખાનની બહેને કહ્યું કે તમે જે કંઈ પણ બરબાદ કરી રહ્યા છો, તે પાકિસ્તાનને કરી રહ્યા છો, તેથી તોડફોડથી બચો.

પેશાવરમાં હથિયારો સાથે ભીડ ભેગી થઈ હતી

એક તરફ લાહોરમાં શાંતિપૂર્ણ વિરોધનું એલાન આપવામાં આવ્યું છે તો બીજી તરફ પેશાવરમાં લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અહીં આવતા વિરોધીઓ પણ પોતાની સાથે હથિયારો લઈને જઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:37 pm, Thu, 11 May 23

Next Article