Breaking News : સરકારે વિઝા સિસ્ટમને સરળ બનાવી, કેટેગરીઓ 13 થી ઘટાડીને 9 કરી

ભારત સરકારે તેની વિઝા સિસ્ટમને સરળ બનાવી છે. મુખ્ય કેટેગરીઓ 13 થી ઘટાડીને 9 અને પેટા કેટેગરીઓ 49 થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આ સરળીકરણ વિદેશી પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને મેડિકલ પ્રવાસીઓ માટે પ્રવેશને સરળ બનાવશે.

Breaking News : સરકારે વિઝા સિસ્ટમને સરળ બનાવી, કેટેગરીઓ 13 થી ઘટાડીને 9 કરી
| Updated on: Nov 12, 2026 | 10:09 AM

ભારત સરકારે ભારતીય વિઝા વ્યવસ્થાને વધુ સરળ બનાવી છે. વીઝા વ્યવસ્થાના સરળલીકરણ હેઠળ મુખ્ય વિઝા કેટેગરીઓ 13 થી ઘટાડી 9 અને પેટા કેટેગરીઓ 49થી ઘટાડી 23 કરી છે. આ સરળીકરણ વિદેશી પ્રવાસીઓ, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ અને વિદેશી વિદ્યાર્થીઓના આગમનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે. તમામ 23 વિઝા પેટા કેટેગરીઓના આવેદન ફોર્મમાં ભરવામાં આવતી કોલમ 65%-70% ઓછી કરવામાં આવી છે. તેમજ આવેદન પ્રકિયા હવે સરળ, ફાસ્ટ અને આવેદન અનુકુળ થશે.

આ ફેરફારો વિઝા કેટેગરીઓમાં ઓવરલેપ ઘટાડે છે અને મુલાકાતીઓ, દર્દીઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો, રોકાણકારો અને વ્યવસાયિક વ્યાવસાયિકો માટે માળખાને સમજવામાં સરળ બનાવે છે. આ સરળીકરણનો હેતુ સ્પષ્ટ અને હેતુ-આધારિત વિઝા વિકલ્પો દ્વારા ભારત સાથે કાયદેસર મુસાફરી, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.

આ પગલાંનો હેતુ ભારતની મુલાકાત લેતા વિદેશી નાગરિકોની જરૂરિયાતોને અનુરૂપ વિઝા શાસનને વધુ સંક્ષિપ્ત, સુસંગત અને પ્રતિભાવશીલ બનાવવાનો છે.

સરકારે સાર્વજનિક કરી જાણકારી

ગૃહ મંત્રાલયે 27 ઓગસ્ટ 2026ના રોજ મુખ્ય વિઝા કેટેગરીઓ 13 થી ઘટાડી 9 અને પેટા કેટેગરીઓની સંખ્યા 49 થી ઘટાડી 23 કરી છે. આ ઓક્ટોમ્બર 2025માં કરવામાં આવેલા પહેલા સરળીકરણ બાદ થઈ છે. જ્યારે મુખ્ય વીઝા કેટેગરીઓને 22થી ઘટાડી 13 અને પેટા કેટેગરીઓને 63થી ઘટાડી 49 કરી હતી. ભારતીય વિઝા વ્યવસ્થાના સરળીકરણ પર વિચાર દરમિયાન ભારત સરકારે વિકસિત દેશોની વિઝા પ્રણાલી અને વૈશ્વિક ધોરણોનો અભ્યાસ કરીને આ માહિતી જાહેર કરી છે.

વર્તમાનમાં ઈ વિઝાની પ્રકિયા 13 પેટા કેટેગરીઓ હેઠળ ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન દ્વારા પુરી કરવામાં આવે છે. આ સમયે 172 દેશના નાગરિકો માટે ઈ વિઝાની સુવિધા ઉપલબ્ધ છે.

સુધારેલા વિઝા ફ્રેમવર્કમાં હવે નવ મુખ્ય કેટેગરીઓનો સમાવેશ થાય છે.

  • બિઝનેસ વિઝા
  • ડિપ્લોમેટિક વિઝા
  • વર્ક વિઝા
  • પત્રકાર વિઝા
  • મેડિકલ વિઝા
  • ઓફિશિયલ વિઝા
  • વિદ્યાર્થી વિઝા
  • વિઝિટર વિઝા
  • મિસલેનિયસ વિઝા

 

ભારતીય પાસપોર્ટ એક આંતરરાષ્ટ્રીય મુસાફરી દસ્તાવેજ છે. જે ભારતીય નાગરિકોને અન્ય દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે.  અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.