
Suresh Patel Shot Dead US Tennessee: અમેરિકામાં ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ અને સ્ટોર માલિકો પર હિંસક હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. એક હચમચાવી નાંખનાર સામાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના ટેનેસી રાજ્ય સ્થિત જૈકસન શહેરમાં એક 56 વર્ષીય ગુજરાતી ઉદ્યોગપતિ સુરેશ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. દુખદ વાત એ છે કે, જ્યારે હત્યારાએ ગોળીઓ ચલાવી ત્યારે સુરેશ પટેલની 19 વર્ષીય દીકરી તેની બાજુમાં ઉભી હતી.
જૈક્સન પોલિસ વિભાગના અનુસાર આ હચમચાવી નાંખર ઘટના રિડ્ઝક્રેસ્ટ રોડ સ્થિત રિડ્ઝક્રેસ્ટ સેલર્સ લિકર સ્ટોરમાં સાંજના અંદાજે 9 કલાકે બની હતી. મુળ રુપથી ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકા સ્થિત અખાઝ ગામના નિવાસી સુરેશ પટેલના પરિવારે માત્ર થોડા દિવસ પહેલા આ સ્ટોરને ટેકઓવર કર્યો હતો. એક અજાણ્યો માસ્ક પહેરેલો લૂંટારો સ્ટોરમાં ઘૂસી ગયો અને કર્મચારીઓ પાસેથી બંદૂકની અણીએ પૈસા માંગ્યા. કર્મચારીઓએ બધી રોકડ રકમ આપી દીધી હોવા છતાં, લૂંટારુએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. છાતી અને શરીર પર ગોળી વાગવાથી સુરેશ પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
જે સમયે લુંટારુએ બંદુકથી ગોળી ચલાવી. તે સમયે સુરેશ પટેલની 19 વર્ષીય દીકરી તેની બાજુમાં ઉભી હતી. દીકરી આ હુમલામાં સુરક્ષિત રીતે બચી ગઈ છે. ગોળીબારી દરમિયાન દુકાનમાં રહેલા 70 વર્ષીય એક વ્યક્તિ ડરીને નીચે પડી ગયો હતો. તેને ફેક્ચર આવ્યું હતુ.જૈક્સન પોલીસ હાલમાં આ ખુંખાર વ્યક્તિને શોધી રહી છે.
અમેરિકામાં મોડી સાંજે ચાલનાર કંવિનિયંસ અને લિકર સ્ટોર્સમાં કામ કરનાર ભારતીય મૂળના લોકોની સુરક્ષા પર ફરી એક વખત સવાલો થઈ રહ્યા છે. મે 2025માં ટેનેસીના એક ગેસ સ્ટેશન પર લુંટ દરમિયાન 30 વર્ષીય પરેશ ઉર્ફ પ્રિન્સ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જૂન 2025માં વર્જીનિયાના નોરફોકમાં ગુજરાતી મહિલા મેધના પટેલની તેના જ સ્ટોરની અંદર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2025માં ચરોતર વિસ્તારની રહેવાસી કિરણ પટેલ પર સ્ટોરમાં ઘુસી લુંટારુઓએ વિરાધ કરવા પર પાર્કિંગ પ્લોટમાં ગોળીબાર કર્યો હતો.