Breaking News : આકાશમાં ઉંચી ઉડાન ભરનારી સુનિતા વિલિયમ્સની NASAમાંથી નિવૃત્તિની જાહેરાત

NASAની અનુભવી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની સેવા આપ્યા બાદ સંન્યાસની જાહેરાત કરી છે. ત્રણ અવકાશ મિશનમાં ભાગ લેનારા વિલિયમ્સે 608 દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા છે. તેમજ અનેક રેકોર્ડ પણ નોંધ્યા છે.

Breaking News : આકાશમાં ઉંચી ઉડાન ભરનારી સુનિતા વિલિયમ્સની NASAમાંથી નિવૃત્તિની જાહેરાત
| Updated on: Jan 21, 2026 | 10:24 AM

NASAની અનુભવી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની લાંબી અને ઐતિહાસિક સેવાઓ આપ્યા બાદ એજન્સીમાંથી સંન્યાસ લીધો છે. સુનિતા વિલયમ્સે પોતાના કરિયરમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર 3 મિશન પુરા કર્યા છે. તેમજ માનવ અંતરિક્ષ ઉડાનના ક્ષેત્રમાં અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચનાર સુનિતા વિલિયમ્સે નિવૃત્તિ લીધી છે.

નાસા અનુસાર સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ 608 દિવસ વિતાવ્યા, જે નાસાના કોઈપણ અવકાશયાત્રી દ્વારા વિતાવેલો બીજો સૌથી વધુ કુલ સમય છે. તે અંતરિક્ષમાં મેરાથોન દોડ લગાવનારી પહેલી વ્યક્તિ પણ છે.

 

 

 

સ્પેસ શટલ ડિસ્કવરી 2006માં લોન્ચ થયું

સુનિતા વિલિયમ્સે પહેલી વખત ડિસેમ્બર 2006માં સ્પેસ શટલ ડિસ્કવરીથી ઉડાન ભરી હતી. ત્યારબાદ 2021માં તેમણે કઝાખસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમથી અંતરિક્ષની યાત્રા કરી હતી અને અંતરિક્ષ સ્ટેશનની કમાંડર પણ રહી હતી. હાલમાં જૂન 2024માં બોઈંગ સ્ટારલાઈનર મિશન હેઠળ અંતરિક્ષ ગઈ હતી અને માર્ચ 2025માં પૃથ્વી પર પરત ફરી હતી.

આવનારી પેઢીને પ્રેરિત કરશે

નાસાના જોહ્ન્સન સ્પેસ સેન્ટરના ડિરેક્ટર વેનેસા વાયચે જણાવ્યું હતું કે, સુનિતાની કારકિર્દી નેતૃત્વ, સમર્પણ અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે જે આવનારી પેઢીઓના અવકાશયાત્રીઓને પ્રેરણા આપશે.સંન્યાસ પછી સુનિતા વિલિયમ્સે કહ્યું કે, અંતરિક્ષ તેના માટે સૌથી પસંદગીનું સ્થળ રહ્યું છે અને નાસામાં પસાર કરેલો સમય તેના જીવનનું સૌથી મોટું સ્મમાન છે. તેમણે આશા વ્યક્ત કરી કે, તેના કામથી ચાંદ અને મંગળ મિશનનો રસ્તો વધુ મજબુત થશે.

કલ્પના ચાવલાની માતાને મળી

સુનિતા વિલિયમ્સ ભારત આવી છે.દિલ્હીમાં તેમણે દિવંગત કલ્પના ચાવલાની 90 વર્ષની મા સાથે મુલાકાત કરી હતી. બંન્નેની આ મુલાકાતમાં જૂના દિવસો યાદ કર્યા હતા. ભારતમાં જન્મેલી અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા 7 ક્રુ મ્મેબર્સમાંથી એક હતી. જે ફેબ્રુઆરી 2003માં સ્પેસ શટલ કોલંબિયા દુર્ઘટનામાં મૃત્યું થયું હતુ. જ્યારે અંતરિક્ષ યાનથી પૃથ્વી આવતા પહેલા દુર્ઘટનાનો શિકાર બની હતી.

સુનિતા વિલ્યમ્સનું પણ ભારત સાથે અને ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. મંગળવારના 60 વર્ષ સુનિતા વિલિયમ્સ દિલ્હીમાં અમેરિકન સેનટ્રમાં આયોજિત આંખે સિતારો પર , પૈર જમીન પર નામના એક ઈન્ટરૈક્ટિવ સેશનમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે કહ્યું કે, ભારત આવવું ઘર વાપસી જેવું છે.

 સુનીતા વિલિયમ્સના પરિવાર વિશે વાત કરીએ અહી ક્લિક કરો

 

Published On - 10:04 am, Wed, 21 January 26