Breaking News : જે અંગ્રેજે ભારતના ટુકડા કર્યા, હવે ખુદ તે UKના 4 ટુકડા થશે! Northern Ireland, Wales, Scotlandની સરકારોની મહત્વની બેઠક

કાર્ડિફમાં રવિવારે થયેલી એક સીક્રેટ રાજનીતિક ઘટનાક્રમે આખા યુનાઈટેડ કિંગડમના ભવિષ્ય પર મોટા સવાલ પર નિશાન લગાવ્યું છે. ધ ટેલીગ્રાફની રિપોર્ટ મુજબ યુકેનો ઈતિહાસ બદલનાર એક કરાર પર હસ્તાક્ષર કરી સ્કોટલેન્ડ,વેલ્સ અને ઉતરી આયરલેન્ડના ટોચના નેતાઓ એક મંચ પર એકજુથ થશે.

Breaking News : જે અંગ્રેજે ભારતના ટુકડા કર્યા, હવે ખુદ તે UKના 4 ટુકડા થશે! Northern Ireland, Wales, Scotlandની સરકારોની મહત્વની બેઠક
| Updated on: Sep 14, 2026 | 2:01 PM

શું યુનાઇટેડ કિંગડમ (યુકે) ફરી એકવાર વિઘટનન થવાનો સામનો કરી રહ્યું છે? સ્કોટલેન્ડ, વેલ્સ અને Northern Irelandના નેતાઓ વધુ સ્વાયત્તતા અને સ્વતંત્રતા પર લોકમત યોજવાના અધિકાર માટે દબાણ કરવા માટે એકસાથે આવવાની તૈયારી કરી રહ્યા છે.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ત્રણેય દેશોના નેતાઓ વેલ્સની રાજધાની કાર્ડિફમાં એક ઐતિહાસિક બેઠક યોજવાના છે.ધ ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે કે ,સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડના નેતાઓ સોમવારે એક કરાર પર હસ્તાક્ષર કરવા માટે ભેગા થશે. જેનો હેતુ યુનાઇટેડ કિંગડમને તોડવાની પ્રક્રિયા શરૂ કરવાનો છે.

બ્રિટિશ વડા પ્રધાન એન્ડી બર્નહામ પર સીધું દબાણ

રાજકીય લોકો માને છે કે ,બ્રિટિશ ઇતિહાસમાં આ પહેલી વાર છે. જ્યારે સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં સ્વતંત્રતા તરફી સરકારો એક સાથે સત્તામાં છે. આ ત્રિ-પાંખી ગઠબંધને બ્રિટિશ વડા પ્રધાન એન્ડી બર્નહામ પર સીધું દબાણ કર્યું છે. બર્નહામ થોડા દિવસ પહેલા જ વડા પ્રધાન બન્યા હતા અને હવે તેઓ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે.

UKને 3 ભાગોમાં વહેંચવા ઐતિહાસિક કરાર

આ બેઠક ત્યારે થઈ રહી છે. જ્યારે બ્રિટેનના પ્રધાનમંત્રી એન્ડી બર્નહમે સાંસદોને કહ્યું કે, જો આઝાદીના પક્ષમાં સ્પષ્ટ સહમતિ બને છે. તો એક વધુ સ્કોટિશ જનમત સંગ્રહની મંજુરી આપશે. આ શિખર સંમેલન ડોનાલ્ડ ટ્ર્મ્પના એ નિવેદન બાદ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતુ કે, તે એક સંયુક્ત આયરલેન્ડને જોવા પસંદ કરશે. શનિવારના રોજ ડબલિનની યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે, ઉત્તરી આયરલેન્ડના રિપબ્લિકમાં સામેલ થવું ખુબ સારી વાત હશે.

કાર્ડિફના સેન્ટ ડેવિડ્સ હોટેલમાં યોજાનારી આ બેઠકમાં, ચાર મુખ્ય પક્ષોના નેતાઓ આ વિષયો પર વિગતવાર રોડમેપ રજૂ કરશે. જેમાં 1. અર્થતંત્ર, 2. ઊર્જા, યુરોપિયન યુનિયન (EU), 3. આંતરરાષ્ટ્રીય સહયોગ અને 4. સ્વ-નિર્ણયનો અધિકાર.સ્કોટલેન્ડ અને વેલ્સ આઝાદી પછી યુરોપીય સંધના સ્વતંત્ર સભ્ય બનવાની યોજના પર આગળ વધશે. ઉત્તરી આયરલેન્ડ રિપબ્લિક ઓફ આયરલેન્ડમાં વિલય દ્વારા યુરોપીય સંધનો ભાગ બનવાનો રસ્તો શોધશે.

Breaking News : મોદીને લોકપ્રિય નેતા કહેનાર મલેશિયાના PMએ BRICS Summitમાં ગીત ગાયું, Video વાયરલ થયો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.