Breaking News : વ્હાઈટ હાઉસમાં થયું PM Modi નું ભવ્ય સ્વાગત, પ્રવાસી ભારતીયો એ લગાવ્યા ‘મોદી-મોદી’ના નારા, જુઓ Video

PM Modi US Visit : ભારતીય વડાપ્રધાનના સ્વાગત માટે વ્હાઈટ હાઉસમાં બોલિવૂડના ગીતો પણ ગૂંજ્યા હતા. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં અલગ અલગ બેન્ડ પણ વ્હાઈટ હાઉસમાં હાજર હતા. ભારતીય મૂળના અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પણ વડાપ્રધાનના સ્વાગત માટે હાજર રહ્યા હતા.

Breaking News : વ્હાઈટ હાઉસમાં થયું PM Modi નું ભવ્ય સ્વાગત, પ્રવાસી ભારતીયો એ લગાવ્યા મોદી-મોદીના નારા, જુઓ Video
PM Modi US Visit
| Edited By: | Updated on: Jun 22, 2023 | 8:01 PM

White House :  આજે 22 જૂનના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે વડાપ્રધાન મોદી સ્ટેટ વિઝિટ (State Visit) માટે વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને અમેરિકાના ફસ્ટ લેડી જીલ બાઈડને ઉત્સાહ સાથે વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુ હતું.

વડાપ્રધાન મોદીના સ્વાગત પહેલા અમેરિકાના વાઈસ પ્રેસિડન્સ કમલા હૈરિસ સહિતના અમેરિકાના મોટા નેતા સ્વાગત સ્થળ પર હાજર રહ્યા હતા. ત્યાર બાદ ભારતીય વિદેશ મંત્રી જયશંકર અને NSA પ્રમુખ અજીત દોવાલ સહિતના અધિકારીઓ સ્વાગત સ્થળ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની હાજરી બાદ વ્હાઈટ હાઉસમાં બંને દેશના રાષ્ટ્રગાન વાગ્યા હતા.

આ પણ વાંચો :  PM મોદીની અમેરિકા મુલાકાતે ગુજરાતને કરાવ્યો મોટો ફાયદો, USA અમદાવાદમાં ખોલશે કોન્સ્યુલેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ એ PM MODIનું કર્યું સ્વાગત

 

વડાપ્રધાન મોદી ફરી વ્હાઈટ હાઉસ પહોંચે તે પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વિટ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આજે ભારતીય સમય અનુસાર સવારે વડાપ્રધાન મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિને મળવા અને ગિફ્ટ આપવા પહોંચ્યા હતા. જો બાઈડને આ સવારની મુલાકાત સમયનો ફોટો ટ્વિટ કર્યો હતો.

આ પણ વાંચો :  PM Modi USA Visit: વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને આપેલી ભેટ પાછળ છુપાયેલુ છે ધાર્મિક મહાત્મય, જાણો શું છે

 

વાઈટ હાઉસમાં લાગ્યા મોદી-મોદીના નારા


ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે વડાપ્રધાન મોદી વ્હાઈટ હાઉસ પહોંચવાના હતા. તે પહેલા મોટી સંખ્યામાં તેમના સ્વાગત માટે પ્રવાસી ભારતીયો વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. વડાપ્રધાનના સ્વાગત પહેલા જ મોદી મોદીના નારાથી વ્હાઈટ હાઉસ ગૂંજી ઉઠયું હતું.

વાઈટ હાઉસમાં સાંભળવા મળ્યા સંગીતના સૂર

 

 

 

 


ભારતીય વડાપ્રધાનના સ્વાગત માટે વ્હાઈટ હાઉસમાં બોલિવૂડના ગીતો પણ ગૂંજ્યા હતા. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં અલગ અલગ બેન્ડ પણ વ્હાઈટ હાઉસમાં હાજર હતા. અમેરિકન મીડિયા અને અમેરિકન નેતા પણ વડાપ્રધાન મોદીના સ્વાગતમાં હાજર રહ્યા હતા.

 

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:46 pm, Thu, 22 June 23