
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈ (Flydubai )ની ફ્લાઈટમાં બુધવારે એક મોટો અકસ્માત થતાં થતાં બચી ગયો હતો. વિમાનમાં એક પાયલટે બીજા પાયલટ પર ચાકુથી હુમલો કર્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ભારતીય પાયલટ કૈપ્ટન સ્મિત મછાર (smitmachchhar )ની બહાદુરી દેખાડી હતી. વિમાનમાં સવાર 174 લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેને લઈ કેપ્ટન સ્મિતના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે.
Captain Smit Machchhar is a HERO.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of Captain Machchhar.
Praying for his speedy recovery, renewed strength and good health.
— Narendra Modi (@narendramodi) October 1, 2026
ગુજરાતી કેપ્ટન સ્મિત મછારની PM નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા કરી છે. કેપ્ટન સ્મિત મછાર ભારતીય નાગરિક છે. તે મૂળ ગુજરાતનો છે. અંદાજે 11 વર્ષથી સ્પાઈસજેટમાં કામ કરી રહ્યો છે. જૂન 2022માં ફ્લાઈદુબઈ સાથે જોડાયો છે. તે બોઈંગ 737 ઉડાવે છે. તેની પાસે કર્મિશયલ એવિએશનનો 10 વર્ષથી વધારેનો અનુભવ છે.
ઈઝરાયલ પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ સ્મિતની બહાદુરીના વખાણ કરતા તેને સાચો હીરો કહ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલોટના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું કે,તેમણે આ ઘટનાને લઈ નેતન્યાહુ સાથે વાત કરી છે.
Trump says an Israeli plumber who had never flown a plane saved the Flydubai plane earlier today by “lifting up a stick.” https://t.co/zNDHbbEs6f
— Clash Report (@clashreport) September 30, 2026
નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર લખ્યું ભારતીય કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને મારા સલામ. ચાકુથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છતાં તેમણે હુમલાખોરનો મુકાબલો કર્યો હતો. તેમજ કોકપિટનો દરવાજો ખોલ્યો હતો. જેનાથી યાત્રિકો અને ક્રુને હુમલાવર પર કાબુ કરવામાં મદદ મળે. હવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. તેમણે ઈઝરાયલી નાગરિક સહિત 174 લોકોના જીવ બચાવ્યા છે. હું કેપ્ટન મચછારના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છું.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 30, 2026
ફ્લાયદુબઈએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે વિવાદ થયો હતો. ફ્લાયદુબઈના કેટલાક ક્રૂ સભ્યો પણ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે પરિસ્થિતિને સંભાળી, વિમાનને ડાયવર્ટ કર્યું અને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતુ. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની પ્રથમ પ્રાથમિકતા ઘટનામાં સામેલ તમામ મુસાફરો અને ક્રૂની સલામતી, આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરવાની છે. એરલાઇન આ મામલાની સત્તાવાર તપાસમાં પણ મદદ કરી રહી છે.
Published On - 7:22 am, Thu, 1 October 26