Breaking News : કાબૂલ સામે ‘પાકિસ્તાન’ના પાટિયા પડ્યા ! હુમલામાં 58 સૈનિકોનો ખાતમો બોલાવ્યો, તાલિબાને કહ્યું કે, ‘હુમલો થશે તો તેનો જવાબ…’

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો અને આ હુમલા બાદ રક્ષા મંત્રી મૌલવી મોહમ્મદ યાકુબ મુજાહિદે દાવો કર્યો કે, અફઘાનિસ્તાને પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં 58 સૈનિકોને મારી નાખ્યા.

Breaking News : કાબૂલ સામે પાકિસ્તાનના પાટિયા પડ્યા ! હુમલામાં 58 સૈનિકોનો ખાતમો બોલાવ્યો, તાલિબાને કહ્યું કે, હુમલો થશે તો તેનો જવાબ...
| Updated on: Oct 12, 2025 | 3:42 PM

અફઘાનિસ્તાને શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. એવામાં અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે, આમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. પાકિસ્તાને અગાઉ કાબુલ પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે કાર્યવાહી શરૂ કરી હતી.

અફઘાન રક્ષા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી

તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, અફઘાન દળે 25 પાકિસ્તાની સૈન્ય ચોકીઓ કબજે કરી, જેમાં 58 પાકિસ્તાની સૈનિકો મારી નાખ્યા અને બીજા 30 ઘાયલ થયા. પાકિસ્તાન સામેની આ કાર્યવાહી બાદ અફઘાન રક્ષા મંત્રી મૌલવી મોહમ્મદ યાકુબ મુજાહિદે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સ્થિતિ હાલ સંતોષકારક છે પરંતુ પાકિસ્તાન સેનાનો એક ખાસ જૂથ અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે.

જો હુમલો થશે તો તેનો જવાબ જરૂરથી અપાશે: અફઘાન રક્ષા મંત્રી

મુજાહિદે જણાવ્યું કે, આ જૂથ ખોટા પ્રચારમાં રોકાયેલું છે અને અફઘાન લોકોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજું કે, સરહદ પાર હુમલાઓને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. જો કે, ઇસ્લામિક અમીરાત કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાની ગ્રુપોએ ISISની હાજરીને અવગણી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનને પોતાની હવાઈ અને જમીન સરહદોની રક્ષા કરવાનો સંપૂર્ણ હક છે. જો કોઈ હુમલો થશે તો તેનો જવાબ જરૂર અપાશે.

હુમલા કર્યા તેના પુરાવા છે

ઇસ્લામિક અમીરાતે પોતાના વિસ્તારમાંથી “ફિટનગરો” ખાલી કર્યા અને ત્યાર બાદ પશ્તુનખ્વામાં નવા કેમ્પો બનાવ્યા. નવા લોકોને તાલીમ આપવા માટે તેમને કરાચી અને ઇસ્લામાબાદ એરપોર્ટ મારફતે આ કેન્દ્રોમાં લાવવામાં આવ્યા હતા. તેહરાન અને મોસ્કો પર હુમલાનું આયોજન આ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનની અંદર પણ હુમલાઓનું આયોજન આ કેન્દ્રો પરથી કરવામાં આવેલ છે. બીજું કે, આના રેકોર્ડ/પુરાવા છે.

હવે આ બધા વચ્ચે પાકિસ્તાને કાં તો ત્યાં છુપાયેલા ISISના મુખ્ય સભ્યોને બહાર કાઢવા જોઈએ અથવા તો તેમને ઇસ્લામિક અમીરાતને સોંપી દેવા જોઈએ. ISIS જૂથ અફઘાનિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશો માટે ખતરો છે.

પાકિસ્તાનને Warning

કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઇસ્લામિક અમીરાતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન પરના હુમલાઓને કારણે પાકિસ્તાની પ્રતિનિધિમંડળની કાબુલ મુલાકાત રદ કરવામાં આવી છે. ઇસ્લામિક અમીરાતના પ્રવક્તા મુજાહિદે જણાવ્યું હતું કે, જો કોઈ અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો તેનો કડક જવાબ આપવામાં આવશે.

મુજાહિદે જણાવ્યું હતું કે, વઝીરિસ્તાનના શરણાર્થીઓ અફઘાન લોકો માટે “વારસા” જેવા છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે. અફઘાન સરકારે શાંતિ જાળવવાની અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે, સરહદ પર કોઈપણ આક્રમક કાર્યવાહી અથવા હુમલા સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Breaking News : બોર્ડર પર તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે વધ્યો તણાવ, થયો ભારે ગોળીબાર, જુઓ Video

Published On - 2:45 pm, Sun, 12 October 25