Breaking News : હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો, જાણો કેવો હશે નવો રૂટ ?

| Updated on: Apr 03, 2026 | 7:57 PM

મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે હોર્મુઝ જળસંધિ પરની નિર્ભરતા અને તેલ-ગેસ સપ્લાય પર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિનો ઉકેલ લાવવા ખાડી દેશો નવી પાઈપલાઈન દ્વારા વિકલ્પ રૂટ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

મિડલ ઈસ્ટ વિસ્તારમાં છેલ્લા લગભગ 35 દિવસથી ભારે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વની ઊર્જા વ્યવસ્થા પર અસર પડી રહી છે. ખાસ કરીને હોર્મુઝ જળસંધિ પર ઈરાનના નિયંત્રણને કારણે તેલ અને ગેસની સપ્લાયમાં અડચણો ઉભી થઈ છે. આ પરિસ્થિતિને ઉકેલવા માટે ઘણા દેશો મળીને વિકલ્પો શોધી રહ્યા છે, જ્યારે ખાડી દેશો પણ હવે આ સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, હવે નવા પાઈપલાઈન રૂટ બનાવવાની યોજના પર વિચારણા ચાલી રહી છે, જેથી તેલ અને ગેસની સપ્લાય સરળતાથી ચાલુ રહી શકે. અગાઉ સાઉદી અરબે 1980માં એક પાઈપલાઈન બનાવી હતી, જેના દ્વારા દરરોજ લાખો બેરલ કાચા તેલની સપ્લાય શક્ય બની હતી. હવે તે જ પ્રકારના મોડલ પર વધુ ચાર નવી પાઈપલાઈન બનાવવાની યોજના રજૂ થઈ છે.

આ નવી પાઈપલાઈન એવા માર્ગોથી બનાવવામાં આવશે જ્યાં ઈરાન કોઈ અવરોધ ઊભો કરી શકશે નહીં. જો આ યોજના સફળ થાય, તો ભવિષ્યમાં તેલ અને ગેસની સપ્લાય માટે હોર્મુઝ જળસંધિ પરની નિર્ભરતા ઘણાં અંશે ઘટી શકે છે. હાલમાં આ પ્રોજેક્ટના સંભવિત રૂટ અને તેના અમલીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us