Breaking News: યુક્રેનનો મોટો હુમલો, રશિયાના બે એરબેઝ ખાખ અને 40 વિમાનોને ઉડાવ્યા

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈને ખબર નથી. વાત એમ છે કે, યુક્રેને રશિયાના 2 એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાને લઈને રશિયામાં અફરા-તફરી મચી ગઈ છે.

Breaking News: યુક્રેનનો મોટો હુમલો, રશિયાના બે એરબેઝ ખાખ અને 40 વિમાનોને ઉડાવ્યા
| Updated on: Jun 01, 2025 | 8:35 PM

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. યુક્રેને રશિયાના 2 એરબેઝ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાને કારણે રશિયામાં હોબાળો મચી ગયો છે. યુક્રેનિયન દાવા મુજબ, ડ્રોને 40 રશિયન બોમ્બરોને નિશાન બનાવ્યા છે. હુમલાને કારણે ભારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. રશિયાના ઇર્કુત્સ્ક પ્રદેશના ગવર્નરે ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે.

કોને નિશાન બનાવવામાં આવ્યું હતું

દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુક્રેને તે બોમ્બર્સને નિશાન બનાવ્યાં છે જેનો ઉપયોગ રશિયા યુક્રેન પર બોમ્બ ફેંકવા માટે કરવાની હતી. યુક્રેન તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ એ જ વિમાનો છે જે અવારનવાર યુક્રેનના આકાશમાં ઊડીને બોમ્બ ફેંકતા હતા. યુક્રેનની સુરક્ષા સેવાએ (SBU) કહ્યું કે તેઓ Tu-95, Tu-22 અને દુર્લભ તથા મોંઘા A-50 જાસૂસી વિમાનોને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા છે.


આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ફ્કતને ફક્ત ધુમાડા જેવા વાદળો જોવા મળી રહ્યા છે. યુક્રેનિયન મીડિયાએ આ ઓપરેશનને “વેબ” નામ આપ્યું છે, જેનો હેતુ રશિયન દળને નિઃશસ્ત્ર કરવાનો છે.

આ વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, ટુપોલેવ Tu-95 યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. તે વર્ષ 1950ના દાયકાનું જૂનું વિમાન છે અને ઘણી ક્રુઝ મિસાઇલો વહન કરે છે. આ મિસાઇલ દૂરથી જ ઘણા શહેરોને નિશાન બનાવી શકે છે. આ ઉપરાંત યુક્રેને ‘A-50’ નામના વિમાનને પણ નિશાન બનાવ્યું છે. આ વિમાનનું કામ વાયુ સંરક્ષા પ્રણાલીઓ અને માર્ગદર્શન મળેલી મિસાઇલોને શોધવાનું છે તેમજ રશિયાના ફાઇટર વિમાનો માટે લક્ષ્યોનું સંકલન કરવાનું છે.

ટુપોલેવ TU-22 તેમજ ટુપોલેવ TU-160 બધા રશિયન ભારે બોમ્બર છે જેનો ઉપયોગ નિયમિતપણે યુક્રેનિયન શહેરો પર મિસાઇલ છોડવા માટે થાય છે. ટુપોલેવ TU-22 અને TU-160 – બંને રશિયાના ભારે બોમ્બર વિમાનો છે, જેનો ઉપયોગ યુક્રેનના શહેરો પર મિસાઇલ હુમલાઓ માટે નિયમિતપણે થાય છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી રશિયાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. બંને દેશો ઘણા વર્ષોથી યુદ્ધમાં છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:53 pm, Sun, 1 June 25