Canada : છેલ્લા ઘણા સમયથી કેનેડાથી ભારત માટે ચોંકવાનારા સમાચાર આવી રહ્યા છે. હાલમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયો બનાવીને કેનેડામાં રહેતા હિન્દુઓને (Hindu) ધમકી આપી છે. તેણે કહ્યું છે કે, જલ્દીથી કેનેડા છોડી દો, તે જ તમારા માટે સારું રહેશે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ખાલિસ્તાની આતંકવાદી પન્નુ નિર્દોષ યુવાનોને પૈસાની લાલચ આપીને છેતરતો હતો. તેને આઈએસઆઈ અને ખાલિસ્તાનનું સમર્થન કરતા લોકો પાસેથી પણ પૈસા મળ્યા હતા. તેણે આ પૈસાનો ઉપયોગ પંજાબમાં રમખાણો ભડકાવવા અને આતંકનું વાતાવરણ ઊભું કરવા માટે કર્યો હતો.
આ પણ વાંચો : Breaking News : PM Modiએ કરી જાહેરાત, મહિલા અનામત બિલનું નામ હશે નારી શક્તિ વંદન કાયદો
कनाडा में रहने वाले हिन्दुओ जितना जल्द हो कनाडा छोड़ दो , यही तुम्हारे लिए अच्छा होगा।
खालिस्तानी आतंकवादी गुरपतवंत सिंह पन्नू ने वीडियो बनाकर दी धमकी। pic.twitter.com/lVl8KdPFV9
— Panchjanya (@epanchjanya) September 19, 2023
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના કુખ્યાત ગુરપતવંત સિંહ પન્નૂ હાલમાં વિદેશમાં છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં UAPA કાયદા અનુસાર પન્નૂને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં પંજાબ પોલિસના કપૂરથલા અને અમૃતસરમાં પન્નૂ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો.
અમૃતસરના ખાનકોટના રહેવાસી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તે વિદેશ ગયો જ્યાં તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને પંજાબમાં ખાલિસ્તાની અલગતાવાદી ચળવળને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. પન્નુના પિતા મહિન્દર સિંહ પંજાબમાં કૃષિ માર્કેટિંગ બોર્ડમાં કામ કરતા હતા. હાલમાં તે અમેરિકા અને કેનેડામાં રહે છે.
યુએસ સ્થિત શીખ્સ ફોર જસ્ટિસના સ્થાપકોમાંના એક ગુરપતવંત સિંહ પન્નુ સોશિયલ મીડિયા પર અવારનવાર અલગતાવાદી ટિપ્પણીઓ કરતા હતા. તે ઘણીવાર ભારત વિરોધી બોલતા જોવા મળતા હતા. આટલું જ નહીં, પન્નુએ સોશિયલ મીડિયા પર ભારતીય ધ્વજ પણ સળગાવ્યો, ત્યારપછી તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:53 pm, Tue, 19 September 23