Japan Earthquake : જાપાન ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું 23 લોકો ઘાયલ ,ટોક્યોમાં બ્લેકઆઉટ, ટ્રેનો બંધ

Japan Earthquake : જાપાન અને રાજધાની ટોક્યોમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 23 લોકો ઘાયલ થયા હતા, પરંતુ સુનામીનો કોઈ ખતરો નહોતો. ભૂકંપનું કેન્દ્ર ઇબારાકી નજીક 70 કિમી નીચે હતું.

Japan Earthquake : જાપાન ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું 23 લોકો ઘાયલ ,ટોક્યોમાં બ્લેકઆઉટ, ટ્રેનો બંધ
| Updated on: Aug 23, 2026 | 9:11 AM

જાપાનમાં રવિવારના રોજ ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી હતી. જેના લોકો ચિંતામાં મુકાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 છે. ભૂકંપની અસર પૂર્વી જાપાનના કેટલાક વિસ્તારની સાથે રાજધાની ટોક્યોમાં પણ થઈ છે. એક રિપોર્ટ અનુસાર ઙૂકંપમાં 23 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પરંતું આમાં મોટાભાગના લોકોને સામાન્ય ઈજા થઈ છે. રાહતની વાત એ છે કે, આ ભૂંકપ પછી સુનામીનો કોઈ ખતરો નથી.

જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ દક્ષિણી ઇબારાકી પ્રાંતમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી લગભગ 70 કિલોમીટર નીચે હતું. આ વિસ્તાર જાપાનના એવા વિસ્તારોમાં સામેલ છે જ્યાં વારંવાર ભૂકંપ આવે છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 5.8 હોવાનું જણાવ્યું છે.

23 લોકો ઈજાગ્રસ્ત

અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ 23 લોકો ઈજાગ્રસ્ત થવાની સુચના છે. તેમાં સૈતામાં 9, કાનાગાવામાં 9, ચિબામાં 4 અને ઈબારાકીમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે તમામ લોકો સુતા હતા. અચાનક આવેલા તેજ ઝટકાથી ફર્નિચર અને દરવાજાઓ અથડાવવા લાગ્યા હતા. રિપોર્ટ મુજબ કાનાગાવના યોકોહામાં 80 વર્ષથી વધુ ઉંમરમાં એક મહિલા પથારી પરથી નીચે પડતા ઈજા થઈ છે.

ટ્રેન વ્યવ્હાર પર અસર પડી

એકબાજુ ભૂકંપના કારણે ટોક્યો અને નારિતા એરપોર્ટ વચ્ચે ચાલનારી એક્સપ્રેસ ટ્રેનનું સંચાલનમાં મોડું થયું છે. તો પૂર્વોત્તર વિસ્તારની કેટલીક લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. ઈર્સ્ટ જાપાન રેલવે મુજબ, શિંકાનસેન બુલેટ ટ્રેન સેવાઓ સામાન્ય રુપે ચાલતી રહી છે. અહી કોઈ પણ પ્રકારની અસર પડી નથી.

પ્રધાનમંત્રીએ ટાસ્ક ફોર્સ બનાવી
તો બીજી બાજુ જાપાનની પ્રધાનમંત્રી સાને તાકાઈચીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે, સરકારે સંભાવિત નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. ભૂકંપ બાદ મોબાઇલ ફોન માટે કટોકટી ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી.ગયા મહિને, જાપાનના ક્યુશુ ટાપુના કુમામોટો પ્રદેશમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 38 લોકો માર્યા ગયા હતા અને 364 ઘાયલ થયા હતા. 1,500 થી વધુ ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી અને લગભગ 20,000 ઇમારતોને નુકસાન થયું હતું.

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી. અહી ક્લિક કરો

 

Published On - 8:55 am, Sun, 23 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.