Breaking News :જમ્મુ-કાશ્મીરનો સ્વાલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ફરી ચર્ચામાં, ચિનાબ મુદ્દે પાકિસ્તાનની નવી ચાલ”

સ્વાલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે અને તેને જમ્મુ અને કાશ્મીર માટે વ્યૂહાત્મક અને ઊર્જાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 1,856 મેગાવોટ (MW) પ્રોજેક્ટ એક વહેતો પ્રવાહ છે એટલે ​​કે નદીના કુદરતી પ્રવાહનો ઉપયોગ કરીને પાણીનો સંગ્રહ ઓછો અથવા બિલકુલ નહીં.

Breaking News :જમ્મુ-કાશ્મીરનો સ્વાલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ફરી ચર્ચામાં, ચિનાબ મુદ્દે પાકિસ્તાનની નવી ચાલ”
સિંધુ જળ સંધિ (સાંકેટિક તસવીર) (PTI)
| Updated on: Feb 13, 2026 | 1:39 PM

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ફરી એક વાર પાકિસ્તાનના “ડબલ સ્ટાન્ડર્ડ”ને દુનિયા સામે ખુલ્લું મૂકી દીધું. એક તરફ આતંકવાદ સામે લડવાની વાતો, બીજી તરફ ભારત વિરોધી તત્વોને મૌન સમર્થન આ દ્વિચારી નીતિ હવે નવી નથી, પરંતુ આ વખતે ભારતે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે સહનશીલતા અનંત નથી.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારત-પાકિસ્તાન સંબંધોને તળિયે ધકેલી દીધા. લોહી હજુ સુકાયું પણ નહોતું કે કૂટનીતિના મંચ પર ફરી જૂનું નાટક શરૂ થઈ ગયું. એક તરફ આતંકની છાયા, બીજી તરફ સંધિ અને કાનૂની ભાષણો.

1960ની Indus Waters Treaty વર્ષો સુધી બંને દેશો વચ્ચે પાણીનું સંતુલન જાળવતી રહી. ત્રણ યુદ્ધો થયા, તણાવ વધ્યા, પરંતુ સંધિ યથાવત રહી. છતાં જ્યારે આતંકવાદ સીધો ભારતીય નાગરિકોને નિશાન બનાવે, ત્યારે વિશ્વાસનો આધાર જ હલી જાય છે. ભારતે સંધિને “સ્થગિત” કરીને પાકિસ્તાનને સમજાવ્યું કે શાંતિ અને આતંક એકસાથે નથી ચાલતા.

હવે પાકિસ્તાન ચિનાબ નદી પર બનેલા Sawalkot Hydroelectric Project વિશે પત્રો લખી માહિતી માંગે છે. પ્રશ્ન એ છે કે વર્ષોથી ભારત વિરોધી નકારાત્મકતા ઉભું કરનાર દેશને અચાનક પારદર્શિતાની ચિંતા કેમ સતાવવા લાગી? શું દરેક હાઇડ્રો પ્રોજેક્ટ પાછળ રાજકીય શંકા ઉભી કરવી એ જ તેમની કૂટનીતિ રહી છે?

1856 મેગાવોટનો આ પ્રોજેક્ટ “રન-ઓફ-ધ-રિવર” આધારિત છે એટલે કે પાણીનો વિશાળ સંગ્રહ નથી. છતાં પાકિસ્તાન તરફથી દર વખતે વિવાદ ઊભો કરવો જાણે એક રૂટીન પ્રક્રિયા બની ગઈ છે. જ્યારે પોતાના દેશમાં પાણી વ્યવસ્થાપન અને આંતરિક નીતિઓમાં ખામીઓ હોય, ત્યારે બાહ્ય આરોપો સરળ રસ્તો લાગે છે.

વિદેશ કાર્યાલયના પ્રવક્તા કહે છે કે…

વિદેશ કાર્યાલયના પ્રવક્તા કહે છે કે“એકપક્ષીય કાર્યવાહીથી કાનૂની વાસ્તવિકતા બદલાશે નહીં.” પરંતુ શું આતંકવાદી હુમલા કોઈ કાનૂની વાસ્તવિકતાને મજબૂત બનાવે છે? શું વિશ્વાસને તોડી પછી સંધિઓની વાત કરવી વિશ્વસનીય લાગે છે?

ભારતે સ્પષ્ટ કર્યું છે કે…

ભારતે સ્પષ્ટ કર્યું છે કે વાતચીત માટે દરવાજો બંધ નથી, પરંતુ વાતચીત અને વિસ્ફોટ એકસાથે ચાલશે નહીં. દાયકાઓથી ચાલતી “પહેલાં આરોપ, પછી પત્ર” નીતિ હવે અસરકારક રહેતી નથી.

ક્રિકેટ નહીં રમવાના નિર્ણય અંગે પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ક્રિકેટને હથિયાર બનાવવું અને તેનું રાજકારણ કરવું એ દુઃખની વાત છે. ક્રિકેટને રાજકારણથી દૂર રાખવાની વાત પણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે દ્વિપક્ષીય સંબંધો જ તળિયે હોય, ત્યારે રમતને પ્રતિકાત્મક કૂટનીતિ તરીકે ઉપયોગ કરવાની પરંપરા પોતે રાજકારણથી અલગ રહી શકે?

ચિનાબનું પાણી રાજકારણથી ઉપર હોવું જોઈએ. પરંતુ જો આતંકવાદને નાથવામાં સચોટ અને દેખાય તેવી કાર્યવાહી નહીં થાય, તો દરેક સંધિ, દરેક પ્રોજેક્ટ અને દરેક સંવાદ પર શંકાના વાદળોમાં ઘેરાઈ જ રહેશે.

ભારતનો સંદેશ સાદો છે

વિશ્વાસ બાંધવો હોય તો આતંકવાદનો આધાર ખતમ કરો. નહીં તો પત્રો અને પ્રેસ કોન્ફરન્સ માત્ર ઔપચારિકતા બની રહેશે અને દક્ષિણ એશિયાની રાજનીતિમાં પાકિસ્તાનની વિશ્વસનીયતા સતત પ્રશ્નચિહ્ન હેઠળ રહેશે.

Bangladesh Election Result Breaking : બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની શાનદાર જીત, તારિક રહમાનનું PM બનવું લગભગ નિશ્ચિત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:39 pm, Fri, 13 February 26