Breaking News : ભગોડા લલિત મોદીને મળી બ્રિટિશ નાગરિકતા! સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી વ્યક્ત કરી ખુશી

IPLનો સ્થાપક લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મળ્યાની જાહેરાત કરીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. તેણે આ ખુશખબર ઓક્સફર્ડ યુનિયનના એક કાર્યક્રમ દરમિયાન જાહેર કરી હતી. આ પ્રસંગને તેણે પોતાના જીવનની નવી શરૂઆત ગણાવી છે.

Breaking News : ભગોડા લલિત મોદીને મળી બ્રિટિશ નાગરિકતા! સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી વ્યક્ત કરી ખુશી
Lalit Modi British Citizenship
Image Credit source: X | @LalitKModi
| Updated on: Nov 15, 2026 | 8:14 AM

લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક તસવીરો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે જણાવ્યું કે બ્રિટિશ નાગરિકતા મેળવવાની પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂર્ણ થઈ હતી. આ ખાસ પ્રસંગે પરિવારજનો અને નજીકના મિત્રો સાથે નાગરિકતા સમારોહમાં હાજરી આપીને તેણે આ ક્ષણની ઉજવણી કરી હતી.

પરિવાર અને મિત્રોની હાજરીમાં ઉજવણી

લલિત મોદી માટે આ પ્રસંગ માત્ર નાગરિકતા મેળવવા પૂરતો મર્યાદિત નહોતો. પરંતુ તેના જીવન સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ યાદ બની ગયો છે. તેણે જણાવ્યું કે આ ખુશીની ઘડી પરિવાર અને મિત્રોની હાજરીમાં ઉજવવી તેના માટે ખાસ મહત્વ ધરાવે છે.

બ્રિટન પ્રત્યે વ્યક્ત કર્યો આભાર

ઘણા વર્ષોથી બ્રિટનમાં રહેતો લલિત મોદીએ આ દેશ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે બ્રિટન લાંબા સમયથી તેનું ઘર રહ્યું છે. અહીંની સંસ્કૃતિ, પરંપરાઓ, સંસ્થાઓ અને લોકો પ્રત્યે તેને ખૂબ માન છે. તેના મતે, બ્રિટિશ નાગરિકતા મેળવવી એ માત્ર એક વિશેષાધિકાર નથી. પરંતુ તેની સાથે કેટલીક જવાબદારીઓ પણ જોડાયેલી છે. આ જવાબદારીઓને તેઓ ગર્વ અને પોતાના ઘર પ્રત્યેના લગાવ સાથે સ્વીકારવા તૈયાર છે.

દેશના વિકાસમાં યોગદાન આપવાની ઈચ્છા

પોતાના જીવનના અત્યાર સુધીના અનુભવો અને વિવિધ સંસ્કૃતિઓ સાથેના જોડાણનો ઉલ્લેખ કરતાં લલિત મોદીએ કહ્યું કે તેઓ હવે જે દેશને પોતાનું ઘર માને છે, તેની પ્રગતિમાં સકારાત્મક યોગદાન આપવા ઇચ્છે છે. આ સમગ્ર સફરમાં સાથ આપનાર પરિવારજનો અને મિત્રોની સાથે તેમણે ઓક્સફર્ડ યુનિયનનો પણ આભાર માન્યો હતો. આ મંચ પર તેને પોતાની ખુશી વ્યક્ત કરવાની તક મળી હતી.

કિંગ ચાર્લ્સના જન્મદિવસે ખુશી વ્યક્ત કરી

લલિત મોદીએ પોતાની નાગરિકતાની જાહેરાત માટે પસંદ કરેલા સમયને પણ ખાસ ગણાવ્યો હતો. બ્રિટનનો રાજો કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસના અવસરે આ સમાચાર શેર કરવાથી તેના માટે આ પ્રસંગ વધુ યાદગાર બન્યો હોવાનું તેણે જણાવ્યું હતું. પોતાની પોસ્ટના અંતમાં તેણે લખ્યું હતું કે, આ જીવનનો નવો અધ્યાય છે અને આવનારા સમયમાં ઘણું બધું નવું જોવા મળશે. સાથે જ તેણે ‘ગોડ સેવ ધ કિંગ’ કહીને પોતાનો સંદેશ પૂર્ણ કર્યો હતો.

આ પણ વાંચો, વંદે ભારત ટ્રેનમાં અલગથી એન્જિન કેમ નથી હોતું? જાણો તેની ખાસ ટેક્નોલોજી

Follow Us
Loading...
Unable to load recommendations.