Breaking News :વિશ્વમાં ભારતની ખાંડની વધી ભારે ડિમાન્ડ ! કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, શું હવે ખાંડની નિકાસમાં આવશે મોટો ઉછાળો?

ભારતીય ખાંડનો સ્વાદ હવે આખી દુનિયામાં ફેલાશે! સરકારે ખાંડની મિલો માટે નિકાસનો વધારાનો ક્વોટા જાહેર કર્યો છે. પરંતુ આ મંજૂરી સાથે સરકારે એવી કડક શરતો પણ મૂકી છે કે જો મિલો ભૂલ કરશે તો મોટું નુકસાન થશે. શું છે સરકારનો નવો પ્લાન? વાંચો પૂરી વિગત...

Breaking News :વિશ્વમાં ભારતની ખાંડની વધી ભારે ડિમાન્ડ ! કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, શું હવે ખાંડની નિકાસમાં આવશે મોટો ઉછાળો?
Image Credit source: TV9 Network
| Updated on: Mar 17, 2026 | 6:46 PM

ભારતીય ખાંડની માગ વિશ્વબજારમાં સતત વધી રહી છે. આ સ્થિતિને જોતા ભારત સરકારે ખાંડની મિલોને વધારાની ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ખાદ્ય મંત્રાલયે સોમવારે એક પરિપત્ર જાહેર કરીને 87,587 ટન વધારાની ખાંડની નિકાસ માટે લીલી ઝંડી આપી છે.

મિલો માટે ‘કરો અથવા મરો’ જેવી સ્થિતિ!

સરકારે આ નિકાસ માટે ખૂબ જ કડક સમયમર્યાદા અને નિયમો નક્કી કર્યા છે:

  • ડેડલાઇન: મિલોએ તેમને મળેલો ક્વોટા 30 જૂન, 2026 સુધીમાં નિકાસ કરવો ફરજિયાત છે.
  • 70% નો નિયમ: જે મિલો 30 જૂન સુધીમાં તેમના ક્વોટાના ઓછામાં ઓછા 70% નિકાસ કરી લેશે, તેમને જ બાકીની માત્રા 30 સપ્ટેમ્બર, 2026 સુધી મોકલવાની તક મળશે.
  • ભારે દંડ: જો કોઈ મિલ 70% લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ જશે, તો તેનો બાકીનો ક્વોટા રદ કરવામાં આવશે અને ભવિષ્યમાં તેમના નિકાસ ક્વોટામાંથી તેટલી માત્રા કાપી લેવામાં આવશે.

શું નિકાસ વધશે? જાણો એક્સપર્ટનું શું કહેવું છે

NFCSF ના પ્રકાશ નાઈકનાવરેના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશની લગભગ 15 મિલોએ વધારાના ક્વોટાની માગ કરી હતી. જોકે, ભવિષ્યમાં ‘એલ નીનો’ (El Nino) ની અસરને કારણે વરસાદ ઓછો થવાની શક્યતા છે, જેને લીધે શેરડીના વાવેતર પર અસર પડી શકે છે.

ગ્લોબલ માર્કેટની સ્થિતિ

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બ્રાઝિલને કારણે ભારતની નિકાસ થોડી ધીમી રહી હતી, પરંતુ હાલમાં અમેરિકા અને ઈરાન જેવા દેશોના બજારમાંથી ભારતીય ખાંડને સારો સપોર્ટ મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી મિલો પાસે વિદેશી હૂંડિયામણ કમાવવાની મોટી તક છે.

સરકારનો આ નિર્ણય ખાંડ ઉદ્યોગ માટે સંજીવની સમાન છે, પરંતુ કડક શરતોને કારણે મિલોએ ખૂબ જ ઝડપથી કામ કરવું પડશે. જો હવામાન સાથ આપશે, તો ભારત ખાંડની નિકાસમાં નવો રેકોર્ડ બનાવી શકે છે.

રેલવે ટિકિટમાં કાણાં કેમ હોય છે ? 99 ટકા લોકો તેના પાછળનું અસલી કારણ નથી જાણતા!

Published On - 6:44 pm, Tue, 17 March 26

Follow Us