
રશિયાના મોસ્કોમાં ડ્રોન હુમલામાં એક ભારતીય મજુરનું મૃત્યું થયું છે. જ્યારે 3 ઘાયલ થયા છે. મોસ્કો સ્થિત ભારતીય દુતાવાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ઘાયલો સાથે મુલાકાત કરી હતી. ભારતીય દુતાવાસનું કહેવું છે કે,તે ઈજાગ્રસ્તોના સંપર્કમાં છે. તેમજ જરુરી સહાયતા પહોંચાડવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં એક ભારતીય સહિત 4 લોકોના જીવ ગયા છે.
મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલા બાદ ભારતીય દુતાવાસે એક્સ પોસ્ટમાં કહ્યું કે, મોસ્કોમાં ડ્રોન હુમલાના કારણે એક ભારતીય નાગરિકનું મૃત્યું થયું છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દૂતાવાસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે તેમજ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી રહ્યા છે. દૂતાવાસ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમજ પીડિતોને જરુરી સહાયતા પુરી પાડવાનો સંભવ પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે
કંપની મેનેજમેન્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે પણ નજીકથી કામ કરી રહ્યા છીએ.
નવી દિલ્હી સ્થિત રશિયાના દુતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ભારતીય નાગરિકના મૃત્યું પર દુખ વ્યક્ત કર્યું છે. જેમાં કહ્યું કે, રશિયાના દૂતાવાસે ભારતીયના મૃત્યું પર દુખ વ્યક્ત કર્યું છે. તેમજ મોસ્કો ક્ષેત્રમાં નાગરિક સુવિધાઓ પર યુક્રેની હુમલામાં ઈજાગ્રસ્તો લોકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. પોસ્ટ મુજબ રિપોર્ટ અનુસાર મોસ્કો શહેરમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે મોસ્કો ક્ષેત્રમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Сегодня в Подмосковье в результате атаки беспилотника погиб один гражданин Индии и ещё трое получили ранения. Сотрудники посольства выехали на место происшествия и навестили пострадавших в больнице.
Посольство выражает искренние соболезнования семье погибшего и делает всё… https://t.co/U6TaSVyj3E
— India in Russia (@IndEmbMoscow) May 17, 2026
રશિયાના મીડિયાએ જણાવ્યું કે, શનિવારની રાત્રે મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલામાં 3 લોકોના મૃત્યું થયા છે. તેમજ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકની રાષ્ટ્રીયતાનો ખુલાસો કર્યો નથી. આ ઘટના રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ છે.યુક્રેને રાતભર મોસ્કોના અનેક ઠેકાણા પરનિશાન બનાવી હુમલા કર્યા છે. સમાચાર એજન્સી મુજબ રશિયાએ છેલ્લા 24 કલાકમાં મોસ્કો દ્વારા આવી રહેલા 120 થી વધુ ડ્રોન તોડી પાડ્યા છે.
ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષનો વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવાના પ્રયાસો છતાં, રશિયા અને યુક્રેને તાજેતરના મહિનાઓમાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ વધારી દીધા છે.