Breaking News US Iran Ceasefire : 2 અઠવાડિયા સુધી ઈરાન-અમેરિકા યુદ્ધ બંધ રહેશે, તો ભારતને શું-શું ફાયદો થશે? જાણો

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ ચૂકી છે. 14 દિવસ સુધી આ સંમતિ થઈ છે. ઈરાને કહ્યું કે, અમેરિકા હુમલો નહી કરે તો અમે પણ હુમલો કરશો નહી. આ સીઝફાયરથી ભારતને શું ફાયદો થશે. ચાલો જાણીએ

Breaking News US Iran Ceasefire : 2 અઠવાડિયા સુધી ઈરાન-અમેરિકા યુદ્ધ બંધ રહેશે, તો ભારતને શું-શું ફાયદો થશે? જાણો
| Updated on: Apr 08, 2026 | 12:26 PM

અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ ચૂકી છે. 14 દિવસ માટે આ સંમતિ છે. આ સીઝફાયર મહત્વપૂર્ણ છે કારણ કે, આ યુદ્ધ જે સ્થળે થઈ રહ્યું હતુ. તે ખુબ ખાસ છે. હોર્મુઝ સ્ટ્રેટ તણાવનું કેન્દ્ર રહ્યું છે, એક સાંકડી ચેનલ જેના દ્વારા વિશ્વના તેલ અને ગેસનો નોંધપાત્ર ભાગ શાંતિથી વહે છે. જ્યારે આ માર્ગ પર ખતરો ઉભો થાય છે, ત્યારે વિશ્વભરના બજારો તરત જ પ્રતિક્રિયા આપે છે.

તેલ વેપારીઓ કિંમતોમાં જોખમનો સમાવેશ કરે છે. વીમા કંપનીઓ પ્રીમિયમ વધારે છે. સરકારો તેલ પુરવઠામાં વિક્ષેપો માટે તૈયારીઓ શરૂ કરે છે. સીઝફાયર ભલે થોડા સમય માટે કરવામાં આવ્યું હોય પરંતુ એક વાતનો જરુર સંકેત આપે છે કે, જે ખતરો પહેલા થઈ રહ્યો હતો. તે હવે ઓછો થયો છે. આ યુદ્ધવિરામની તાત્કાલિક પ્રભાવના રુપમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલની કિંમત ઘટી ગઈ છે. તેમજ એશિયાઈ બજારોમાં તેજી જોવા મળી.

સીઝફાયરથી ભારતને શું ફાયદો થશે?

અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયરથી ભારતને શું ફાયદો થશે. આ એક સવાલ છે જેનો જવાબ દરેક ભારતીય લોકો જાણવા માંગે છે. માર્કેટ ખુલતા જ આનો જવાબ મળી ગયો હતો. સીઝફાયરની જાહેરાત થયા બાદ શેર બજારમાં શેરબજાર તેજી સાથે ખુલ્યું. બજારે સીઝફાયરને આવકાર્યો અને તેમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 3.5% વધ્યા. રોકાણકારોએ ટૂંકા સમયમાં 14 લાખ કરોડ કમાયા. આનાથી તમને ખ્યાલ આવે છે કે, આ સીઝફાયરથી ભારતને કેટલો ફાયદો થશે. આ ફક્ત શરૂઆતની અસર છે.

ભારત માટે સીઝફાયર અને તેની અસર જિયોપોલિટિક્સથી વધારે ઈંધણની કિંમતો પર પડે છે. ભારત કાચા તેલની આયાત પર નિર્ભર છે. તેમજ વૈશ્વિક કિંમતોમાં થનારા ઉતાર-ચઢાવની અસર ગ્રાહકો સુધી પહોંચે છે. જ્યારે તેલના મુખ્ય રસ્તાઓની પાસે તણાવ વધે છે. તો કાચા તેલની કિંમત વધવા લાગે છે. તેનાથી વિપરીત સીઝફાયર ઘણીવાર બજારને શાંત કરે છે. જો તે ચાલુ રહે, તો તે ઇંધણના ભાવ પરનું દબાણ ઓછું કરી શકે છે. જો તે તૂટી જાય, તો ભાવમાં અસ્થિરતા ઝડપથી પાછી આવવાની શક્યતા છે.

સોનાની કિંમતમાં ફેરફાર જોવા મળશે

સોનાની કિંમત હંમેશા ભરોસાથી વિરુદ્ધ દિશામાં ચાલે છે. જ્યારે કોઈ ટકરાવ થાય છે તો રોકાણકારો પોતાના પૈસા સોનામાં લગાવે છે. કારણ કે, તે આ પૈસાને સુરક્ષિત માને છે. જ્યારે તણાવ ઓછો થાય છે, ત્યારે સોનાની માંગ પણ થોડી ઓછી થાય છે. તેથીવર્તમાન સીઝફાયરથી સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, બજારો હજુ પણ અલર્ટ છે.

મોંઘવારી ઓછી થશે

યુદ્ધવિરામથી ઊર્જાના ભાવને સ્થિર કરે છે, ફુગાવો ઘટાડે છે અને ગલ્ફ ક્ષેત્રમાં રહેતા ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી, જેનાથી સરળ નેવિગેશન શક્ય બન્યું હતું. જોકે, યુદ્ધ દરમિયાન ઈરાને ભારત માટે આ માર્ગ ખુલ્લો રાખ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ફક્ત આઠ ભારતીય જહાજો પસાર થઈ શક્યા હતા. ઘણા જહાજો હજુ પણ ફસાયેલા છે. આ સંઘર્ષ દરમિયાન, ઈરાને ભારતની સંતુલિત રાજદ્વારીતામાં સતત વિશ્વાસ દર્શાવ્યો છે. આનાથી તેલ આયાતનો ખર્ચ ઘટશે અને ભારતીય રૂપિયા મજબૂત થશે.

Breaking News : ભિખારી દેશ પાકિસ્તાન નહી….ચીને કરાવ્યુ અમેરિકા-ઈરાનનું સીઝફાયર અહી ક્લિક કરો

Follow Us