Breaking News : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયો માટે ખુશખબર! ટ્રમ્પનો 4 વર્ષના વિઝા નિયમનો પ્રસ્તાવ ફેડરલ કોર્ટે ફગાવ્યો

વિદેશી વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને પત્રકારો માટે દેશમાં રોકાણની મુદત મર્યાદિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ હેઠળ, રોકાણનો સમયગાળો તેમની પાસેના વિઝાના પ્રકારના આધારે નક્કી થવાનો હતો.

Breaking News : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયો માટે ખુશખબર! ટ્રમ્પનો 4 વર્ષના વિઝા નિયમનો પ્રસ્તાવ ફેડરલ કોર્ટે ફગાવ્યો
studying in US
| Updated on: Nov 17, 2026 | 1:13 PM

અમેરિકાની એક ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને પત્રકારો માટે દેશમાં રોકાણની મુદત મર્યાદિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ હેઠળ, રોકાણનો સમયગાળો તેમની પાસેના વિઝાના પ્રકારના આધારે નક્કી થવાનો હતો. મધ્યસત્ર ચૂંટણીમાં મળેલી હાર બાદ, કોર્ટનો આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જુલાઈ મહિનામાં, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકામાં ચાર વર્ષથી વધુ સમય રહેવાની મંજૂરી મળત નહીં. આ સમયગાળાથી વધુ રોકાણ કરવા માટે ફેડરલ મંજૂરીની જરૂર પડત.

ચૂંટણીમાં પરાજય બાદ ટ્રમ્પને વધુ એક ફટકો

સોમવારે, બોસ્ટન ફેડરલ કોર્ટના ન્યાયાધીશ એફ. ડેનિસ સેલરે આ પ્રસ્તાવને રદ કરી દીધો. પોતાના ચુકાદામાં તેમણે DHS ના આ પગલાને મનસ્વી, ગેરવાજબી અને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો, અને નોંધ્યું કે તે કાયદા અનુસાર નથી. ન્યાયાધીશ સેલરે કહ્યું, “સરળ શબ્દોમાં કહીએ તો, DHS એ બાબતને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેને કોંગ્રેસે અધિકૃત કરી છે અને પ્રોત્સાહન આપ્યું છે, એટલે કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો પૂરી પાડવી. કાયદો DHS ને F-1 વિઝા પ્રોગ્રામને નબળો પાડવા માટે આવી વ્યાપક અને મનસ્વી સત્તાઓ આપતો નથી.”

વિઝાની મુદત અંગેનો પ્રસ્તાવ રદ

આ પ્રસ્તાવિત નિયમમાં વિદેશી પત્રકારો માટે પણ રોકાણની મંજૂર મુદત ઘટાડવાનો પ્રયાસ હતો; જેમાં અનેક વર્ષોના રોકાણને ઘટાડીને 240 દિવસ કરવાનો પ્રસ્તાવ હતો, જેમાં ચીની પત્રકારો માટે ખાસ મર્યાદા 90 દિવસની રાખવામાં આવી હતી. વધુમાં, ‘ગ્રેસ પિરિયડ’ એટલે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશ છોડવા માટે વ્યક્તિઓને મળતો સમય તેને પણ 60 દિવસથી ઘટાડીને 330 દિવસ કરવાનો પ્રસ્તાવ હતો.

કોર્ટના આ નિર્ણય અંગે કોણે શું કહ્યું?

ભાષાકીય કાર્યક્રમો (language programs) માટે રોકાણની કુલ મુદત 24 મહિના નક્કી કરવામાં આવી હતી, જેમાં રજાઓ અને વિરામનો સમય પણ સામેલ હતો. ‘ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ’ (FIIDS) એ ફેડરલ કોર્ટના આ આદેશનું સ્વાગત કર્યું છે. FIIDS ના પ્રમુખ અને નીતિ તથા વ્યૂહરચના વિભાગના વડા, ખંડેરાવ કાંડે જણાવ્યું હતું કે, “અદાલતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદ કરી છે, અને આમ કરીને અમેરિકન વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને નવીનતાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં યોગદાન આપ્યું છે.”

‘પ્રેસિડેન્ટ્સ એલાયન્સ ઓન હાયર એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન’ (Presidents’ Alliance on Higher Education and Immigration)જેણે આ અરજી દાખલ કરનારા મુખ્ય પક્ષો પૈકી એક છે. તેના પ્રમુખ અને CEO મિરિયમ ફેલ્ડબ્લુમે પણ આ ચુકાદાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને તેમને આવકારતી કોલેજો તથા યુનિવર્સિટીઓ માટે એક મોટી અને સ્પષ્ટ જીત છે. “વર્તમાન વહીવટીતંત્રની નીતિઓ અને પ્રયાસોની નકારાત્મક અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં મોટો ઘટાડો થયો છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં શિક્ષણ મેળવવામાં રસ પણ ઘટ્યો છે.”

દરમિયાન, ‘NAFSA: એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેટર્સ’ (NAFSA: Association of International Educators) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO ફાંટા અવે નોંધ્યું કે, “આ ચુકાદા દ્વારા, ન્યાયાધીશે એક સ્પષ્ટ અને મક્કમ સંદેશ આપ્યો છે કે લાંબા સમયથી અમલમાં રહેલી ‘ડ્યુરેશન ઓફ સ્ટેટસ’ (duration of status) નીતિ જે વિદ્યાર્થીઓને અમેરિકામાં કેટલો સમય રહેવાની પરવાનગી છે તે નક્કી કરે છે. તે યથાવત રહેશે.”

અમેરિકન વહીવટીતંત્રની અદાલત સમક્ષ શું વિનંતી હતી?

આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં, બોસ્ટનના એક ન્યાયાધીશે ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ (DHS) દ્વારા પ્રસ્તાવિત એક નિયમ પર વચગાળાનો રોક (interim stay) લગાવ્યો હતો. આ નિયમ હેઠળ એક જૂની નીતિને નાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારોને તેમના કાર્યક્રમ (કોર્સ કે પ્રોગ્રામ) ના સમગ્ર સમયગાળા દરમિયાન અમેરિકામાં રહેવાની મંજૂરી આપતી હતી એટલે કે કોઈ નિશ્ચિત કે અગાઉથી નક્કી કરેલા ચોક્કસ સમયગાળા સુધી જ મર્યાદિત રહેવાને બદલે, સમગ્ર અભ્યાસકાળ દરમિયાન રહેવાની છૂટ મળતી હતી. આ ઘટનાક્રમ બાદ, DHS એ સપ્ટેમ્બરના આ આદેશ સામે ‘ફર્સ્ટ સર્કિટ’ (First Circuit) કોર્ટમાં અપીલ કરી હતી. વધુમાં, ૩ નવેમ્બરના રોજ, વહીવટીતંત્રે અપીલ પ્રક્રિયાને 30 દિવસ માટે સ્થગિત રાખવાની વિનંતી કરી હતી, કારણ કે આ બાબતે ટૂંક સમયમાં અંતિમ ચુકાદો આવવાની અપેક્ષા હતી.

Breaking News : QUAD સમિટમાં આજે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત, ચીનને ઘેરવા માટે બનશે ખાસ રણનીતિ ?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.