
અમેરિકાની તપાસ એજન્સી ( FBI ) ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે ગોલ્ડી બ્રારની જાણકારી આપનારને અંદાજે 9.5 કરોડ સુધીનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગોલ્ડી બ્રાર સંગઠિત ગુના, ટારગેટેડ હત્યાઓ, જબરદસ્તી વસુલી તેમજ નશીલા પદાર્થોની તસ્કરીમાં સામેલ હોવાના કારણે ( FBI )એ આ કાર્યવાહી કરી છે.
FBIએ સોમવારના રોજ ગોલ્ડી બ્રારના ટોપ 10 મોસ્ટ વોન્ટ લિસ્ટમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. તે 1950માં શરુ થયેલા ટોપ 10 વોન્ટેડ લિસ્ટમાં સ્થાન મેળવનાર 543માં ભાગેડું બન્યો હતો. એજન્સીએ તેની ધરપકડ માટે માહિતી આપનાર માટે 1 મિલિયન સુધીના ઇનામની પણ જાહેરાત કરી છે.FBIએ ચેતવણી પણ આપી કે, ગોલ્ડી બ્રારને હિંસક ,હથિયારબંધ તેમજ ખતરનાક માનવામાં આવે છે.તે કેલિફોર્નિયા અને કેનેડાના વિવિધ ભાગોમાં રહેતા હોવાનું જાણવા મળે છે.
FBI tweets, “The FBI has added Satinderjeet Singh to its Ten Most Wanted Fugitives List. He is wanted for his alleged involvement in the Lawrence Bishnoi Organized Crime Group, which is allegedly engaged in a variety of violent acts in Southern California and across the United States and Canada. A reward of up to $1,000,000 is offered for information leading to his arrest”
— ANI (@ANI) September 28, 2026
એફબીઆઈના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બ્રાર ઉત્તર અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈના સંગઠિત ગુના સિન્ડિકેટનો નેતા છે. આ ગેંગ પર યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને જગ્યાએ હત્યા, ગોળીબાર, હત્યા, અપહરણ, ખંડણી અને ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરીનો આરોપ છે.
‘ઓપરેશન હાર્ડબોલ’ દરમિયાન ઓળખાયેલા ભાગેડુઓમાં બ્રારનો પણ સમાવેશ થતો હતો. જે ભારત -આધારિત આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના વિરુદ્ધ અનેક વર્ષો સુધી ચાલનારી સંધીય તપાસ હતી. જુલાઈ મહિનામાં અમેરિકી અધિકારીઓએ આવી ત્રણ ગેંગ સાથે સંકળાયેલા 37 આરોપીઓ સામે આરોપો દાખલ કરવાની જાહેરાત કરી હતી.
એફબીઆઈએ સલાહ આપી કે, તે બ્રારની પાસે ન જાય. તેની પાસે પણ તેના ઠેકાણા વિશે જાણકારી હોય તો. નજીકના અમેરિકી એમ્બેસીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.