અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં મંગળવારે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાન ભરમાં હિંસા ફાટી નીકળી છે. પીટીઆઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આર્મી કોર્પ્સ કમાન્ડરના ઘરની તોડફોડ કરવામાં આવી હતી અને પછી આગ લગાડવામાં આવી હતી.
ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. NABની ધરપકડ અંગે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ધરપકડ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટે ઈમરાનની પાર્ટી પીટીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.
પાકિસ્તાની પત્રકાર ઈફ્તિખાર ફિરદૌસે જણાવ્યું છે કે પેશાવરમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘણા મૃતદેહો અને ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પત્રકારે કહ્યું કે પેશાવરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
ઈધી ફાઉન્ડેશનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેશાવરના જીટી રોડ પર જિન્ના પાર્ક પાસે એક એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. આ એમ્બ્યુલન્સ એધી ફાઉન્ડેશન સાથે જોડાયેલી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. આ આગમાં કોઈનું મોત થયું નથી.
પેશાવરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પ્રદર્શનકારીઓ AK-47થી ગોળીબાર કરતા પણ જોવા મળ્યા છે. દર્દીને ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. લાહોરમાં ચાલી રહેલી એશિયન અને મિડલ-ઈસ્ટ બ્રિજ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓને તાત્કાલિક પાકિસ્તાન છોડી દેવાની સૂચના આપવામાં આવી છે.તમને જણાવી દઈએ કે ભારતના 32 ખેલાડીઓ લાહોરમાં ચાલી રહેલી એશિયન અને મિડલ-ઈસ્ટ બ્રિજ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ 5 મેના રોજ પાકિસ્તાનમાં શરૂ થઈ હતી અને તે 13 મે સુધી ચાલવાની હતી.અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં મંગળવારે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાન ભરમાં હિંસા ફાટી નીકળી છે. પીટીઆઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
Published On - 5:12 pm, Wed, 10 May 23