
અમેરિકામાં વ્હાઈટ હાઉસ પરિસરની પાસે ફરી એક વખત ફાયરિંગની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે,ગોળીબારી દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરિસરમાં હાજર હતા. અમેરિકી સીક્રેટ સર્વિસે જણાવ્યું કે, શનિવારના સાંજે 17મી સ્ટ્રીટ અને પેનસિલ્વેનિયા એવન્યુના વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના બેગમાંથી હથિયાર કાઢ્યા અને ગોળીબારી શરુ કરી હતી. સીક્રેટ સર્વિસે પોલીસે જવાબી કાર્યવાહી દરમિયાન સંદિગ્ધને ગોળી મારી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મૃત્યું થયું છે. ગોળીબારી દરમિયાન એક અન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ શનિવારના રોજ ત્યાં કામ કરી રહેલા પત્રકારોએ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ત્યારબાદ તે પ્રેસ બ્રીફિંગ રુમમાં જવાનું કહ્યું હતુ. અમેરિકી સીક્રેટ સર્વિસના અધિકારીઓએ તેમને જતા અટકાવ્યા હતા.
U.S. Secret Service Office of Communications tweets, “Shortly after 6 PM Saturday, an individual in the area of 17th street and Pennsylvania Avenue pulled a weapon from his bag and began firing. Secret Service Police returned fire, striking the suspect, who was transported to an… pic.twitter.com/nIxsm5gClS
— ANI (@ANI) May 24, 2026
સીક્રેટ સર્વિસે જણાવ્યું કે, તેને વ્હાઈટ હાઉસમાંથી એક બ્લોક દુર 17મી સ્ટ્રીટ અને પેનસિલ્વેનિયા એવન્યુ એનડબલ્યુની પાસે ગોળીબારીની સુચના મળી હતી. તેમણે ઘટનાસ્થળે હાજર કર્મચારીઓ પાસેથી જાણકારી મેળવી હતી.
#WATCH | Security tightened around the area after shots were fired near the White House grounds.
(Source: Reuters) pic.twitter.com/1nIOR3TVnr
— ANI (@ANI) May 23, 2026
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ,અધિકારીઓ ફાયરિંગની સુચના પર કાર્યવાહી કરી રહ્યા છે અને કહ્યું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે લોકોને અપડેટ્સ આપશે. એફબીઆઈ, સીક્રેટ સર્વિસ સાથે, ઘટનાસ્થળે હાજર છે.
ફાયરિંગ સમયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હતા. હાલમાં તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
FBI Director Kash Patel tweets, “FBI is on the scene and supporting Secret Service responding to shots fired near White House grounds…” pic.twitter.com/1hDDEJjA1F
— ANI (@ANI) May 23, 2026
Published On - 7:16 am, Sun, 24 May 26