Breaking News : 14 બાળકોના પિતા, એલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર સાથે અચાનક બ્રેકઅપ થયું

દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ અને ટેસ્લા-સ્પેસએક્સના માલિક એલોન મસ્કની પર્સનલ લાઈફને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.એલોન મસ્કનું તેની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું છે.

Breaking News : 14 બાળકોના પિતા, એલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર સાથે અચાનક બ્રેકઅપ થયું
Image Credit source: AI
| Updated on: Oct 04, 2026 | 12:02 PM

ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્ક (Elon Musk)નું તેની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું છે. ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન જિલિસે (Shivon Zilis )મસ્ક સાથેના તેના બ્રેકઅપની પુષ્ટિ કરી છે. આ દંપતીને ચાર બાળકો છે. ગિલિસે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે મસ્કે એક અઠવાડિયા પહેલા જ “આઈ લવ યુ” કહ્યું હતું પરંતુ પછી અચાનક બ્રેકઅપ થઈ ગયું. તેમણે કહ્યું આ પહેલા તેને કોઈ વોર્નિંગ મળી ન હતી. તેમજ ફરિયાદ પણ મળી ન હતી.

એલોન મસ્કનું થયું બ્રેકઅપ

જિલિસે કહ્યું હું આ બ્રેકઅપથી દુખી છું પરંતુ મસ્કની હજુ પણ કાળજી રાખું છું. હું ઈચ્છું છું કે, તે હંમેશા ખુશ રહે. મને આશા છે કે, અમે બંને આગળ પણ એક સારા ફ્રેન્ડ રહીએ. તેમજ અમારા બાળકોને સાથે સંભાળ રાખીશું. જિલિસે મસ્કની સાથે થયેલી ચેટનો એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગનો પણ ઉલ્લેખ છે. મસ્કે લખ્યું મને ખબર નથી કે, શી જિનપિંગ સાથે જાડેયલા આ ડિનરમાં પાર્ટનરને કેમ બોલાવવામાં આવ્યા હતા. મને ખબર હોત તો હું તને જરુર બોલાવત.

મસ્ક 14 બાળકનો પિતા છે

શિવોન જિલિસ અને મસ્ક 4 બાળકોના માતા-પિતા છે. મસ્કે 2 લગ્ન કર્યા છે. તેનાથી તેને કુલ 14 બાળકો છે. 1990ના દશકમાં કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીમાં ફિઝિક્સના અભ્યાસ દરમિયાન તેની મુલાકાત ઈગ્લિશ લિટરેચરની સ્ટુડન્ટ જસ્ટિન વિલ્સન સાથે થઈ હતી. બંનેએ અનેક વર્ષો સુધી ડેટિંગ પછી જાન્યુઆરી 2000માં લગ્ન કર્યા હતા. 2002માં તેમણે પહેલા દીકરા નેવાડાનો જન્મ થયો હતો. 10 અઠવાડિયાની અંદર તેનું મૃત્યું થયુ હતુ. ત્યારબાદ કપલે 2004માં આઈવીએફ દ્વારા જુડવા બાળકો વિવિયન અને ગ્રિફિનનું સ્વાગત કર્યું હતુ. 2006માં 3 બાળકો પણ આઈવીશ સાથે થયા હતા. 2008માં મસ્ક અને જસ્ટિન વિલ્સનના છુટાછેડા થયા હતા.

 

 

 

છૂટાછેડા પછી રિલે સાથે ફરીથી લગ્ન

2008માં, મસ્કે બ્રિટિશ અભિનેત્રી તલ્લુલાહ રિલે સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. તેઓએ 2010માં લગ્ન કર્યા અને 2012 માં છૂટાછેડા લીધા. તેઓએ 2013માં ફરીથી લગ્ન કર્યા. ડિસેમ્બર 2014 માં, તલ્લુલાહે બીજી વખત છૂટાછેડા માટે અરજી કરી, પરંતુ તે પછીના વર્ષે તે પાછી ખેંચી લીધી. માર્ચ 2016 માં તેમના છૂટાછેડા થયા. મસ્ક અને તલ્લુલાહને કોઈ સંતાન નથી.મસ્કે 2016 ના અંતમાં અને 2017 ની શરૂઆતમાં ઘણા મહિનાઓ સુધી હોલીવુડ અભિનેત્રી એમ્બર હર્ડને ડેટ કરી. એલોન મસ્ક અને ગાયક ગ્રીમ્સે એપ્રિલ 2018 માં ડેટિંગ શરૂ કરી. આ દંપતીએ મે 2020 માં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું. તેઓ 2022 માં અલગ થયા.

અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા એલોન મસ્કની કંપની SpaceXએ કરી મદદ, આવો છે એલોન મસ્કનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.