Breaking News : અમેરિકામાં લોકો રસોઈ અને પીવા માટે બહારથી પાણી ખરીદી રહ્યા છે, Video જુઓ અને જાણો કારણ

જો એવું કહેવામાં આવે કે, અમેરિકાના ડેટા સેન્ટરની નજીક રહેતા લોકો પીવાનું પાણી બહારથી ખરીદે છે. તો શું તમે આ વાત માનશો. આ વાત 100 ટકા સાચી છે.સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોમાં આ વાત સામે આવી છે.

Breaking News : અમેરિકામાં લોકો રસોઈ અને પીવા માટે બહારથી પાણી ખરીદી રહ્યા છે, Video જુઓ અને જાણો કારણ
| Updated on: May 22, 2026 | 3:08 PM

લોકોના મોંઢે તમે એક વાત સાંભળી હશે કે, જેટલી સુવિધા એટલી દુવિધા તમે જ્યારે વિદેશના સપના જુઓ છો. ત્યારે તેના વિશેની હકીકત પણ તમને ખબર હોવી ખુબ જરુરી છે.જ્યારે લોકોને પુછવામાં આવે કે, વર્લ્ડની ટુર માટે તમે ક્યાં જવા માંગો છો. તો એક જ પ્રશ્ન હશે કે, અમેરિકા, અહીની લાઈફસ્ટાઈલ જોઈને લોકો આર્કષાય જાય છે. પરંતુ જે સત્ય હકિકત આજે સામે આવી છે. તેના વિશે જાણી તમે પણ અમેરિકા જતા પહેલા 100 વખત વિચારશો. કારણ કે, વાત જ કાંઈ એવી છે.

મોટી માત્રામાં પાણીની જરૂર

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એમેરિકાના ડેટા સેન્ટર નજીક રહેતા લોકો માટે પાણી કેટલું ગદું છે. જે પાણી ગટરોમાં જાય છે. આવું પાણી લોકોને પીવા માટે આવે છે. તો ચાલો જોઈએ શું છે આ વીડિયોમાં અમેરિકામાં ફેસબુકના ડેટા સેન્ટરની નજીક રહેતા લોકો આવા ગંદા પાણીનો સામનો કરી રહ્યા છે. ત્યાં પાણીની સપ્લાયમાં હવે દબાણ નથી. પાણીનું સ્તર ખૂબ જ ઘટી ગયું છે. લોકોને રસોઈ અને પીવા માટે પાણી બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે.ડેટા સેન્ટરને ઠંડુ રાખવા માટે મોટી માત્રામાં પાણીની જરૂર પડે છે. ડેટા સેન્ટર જ્યાં પણ હશે, ત્યાં આસપાસના વિસ્તારનું પાણી દૂષિત થઈ જશે.

 

 

પાણીની ગુણવત્તા પર અસર

અમેરિકામાં કેટલાક વિસ્તારોમાં મોટા ડેટા સેન્ટરોની નજીક રહેતા લોકો પાણી પ્રદૂષણ જેવી સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે. સોશિયલ મીડિયા અને ટેક્નોલોજી કંપનીઓના વિશાળ ડેટા સેન્ટરોમાં ઠંડક પ્રણાલીઓ માટે ખૂબ જ પાણીનો ઉપયોગ થાય છે. કેટલાક લોકોનો દાવો છે કે આવા ઉદ્યોગોના કારણે પાણીની ગુણવત્તા પર અસર પડી શકે છે, જેના પરિણામે ઘરોમાં ગંદુ અથવા અસ્વચ્છ પાણી આવવાની સમસ્યા ઉભી થાય છે.

આ મુદ્દો પર્યાવરણ સુરક્ષા અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલો છે. સ્થાનિક રહેવાસીઓ સ્વચ્છ પાણી અને સલામત પર્યાવરણની માંગ કરી રહ્યા છે. સરકાર અને સંબંધિત કંપનીઓ દ્વારા પાણીની તપાસ, શુદ્ધિકરણ અને પર્યાવરણના રક્ષણ માટે પગલાં લેવાં જરૂરી બને છે.આવા મુદ્દાઓ આપણને યાદ અપાવે છે કે ટેક્નોલોજી વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અહી ક્લિક કરો

Published On - 3:07 pm, Fri, 22 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.