Breaking News : વેનેઝુએલા બાદ અમેરિકા અને જાપાનમાં પણ ભૂંકપની તબાહી ! સામે આવી ભયાનક તસવીરો

Venezuela Earthquake: ત્રણ દેશોમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેલિફોર્નિયાના ઉત્તરી કિનારે બુધવારે સવારે 8 વાગ્યે 5.6 ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો. આ ત્રણમાંથી સૌથી મજબૂત, 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, બુધવારે સાંજે 6 વાગ્યે વેનેઝુએલાના ઉત્તરી કિનારે અનુભવાયો હતો.

Breaking News : વેનેઝુએલા બાદ અમેરિકા અને જાપાનમાં પણ ભૂંકપની તબાહી ! સામે આવી ભયાનક તસવીરો
earthquakes
| Updated on: Jun 25, 2026 | 9:39 AM

Venezuela Earthquake: ગુરુવારે ત્રણ દેશોમાં ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેલિફોર્નિયાના ઉત્તરી કિનારે બુધવારે સવારે 8 વાગ્યે 5.6 ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો. આ ત્રણમાંથી સૌથી મજબૂત, 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, બુધવારે સાંજે 6 વાગ્યે વેનેઝુએલાના ઉત્તરી કિનારે અનુભવાયો હતો.

વેનેઝુએલા, અમેરિકા, અને જાપાનમાં ભૂકંપ

લગભગ અડધા કલાક પછી, ગુરુવારે (સ્થાનિક સમય) સવારે 7:30 વાગ્યે જાપાનમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્રણેય દેશોમાં નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ વેધર સર્વિસ (NWS)ના સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે વેનેઝુએલામાં આવેલા ભૂકંપને કારણે પ્યુઅર્ટો રિકો અને યુએસ વર્જિન આઇલેન્ડ્સ માટે સુનામીનો ખતરો ઊભો થયો છે. જોકે, હાલ સુધી અમેરિકાના મુખ્ય દરિયાકાંઠા માટે કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

જાપાનમાં ભૂપંકથી તબાહી

જાપાનમાં સુનામીનો કોઈ ખતરો નથી, જ્યાં દેશના ઉત્તરમાં ઇવાટેના કિનારે 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર, ભૂકંપ 51 કિલોમીટર ટોક્યો સુધી દક્ષિણમાં પણ આંચકા અનુભવાયા હતા, જ્યાં ગુરુવારે સવારે તીવ્ર ભૂકંપના આચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ભૂકંપથી તબાહીને જોતા જાપાન સેફ ટ્રાવેલના જણાવ્યા અનુસાર, જાપાનની સૌથી લાંબી બુલેટ ટ્રેન લાઇન, તોહોકુ શિંકનસેન પર પણ કામગીરી બંધ કરવામાં આવી હતી. તાત્કાલિક કોઈ ઈજા કે નુકસાનના અહેવાલ નથી. જાપાન અનેક ટેક્ટોનિક પ્લેટોની સીમા પર આવેલું છે, જેને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે, અને તે વિશ્વના સૌથી વધુ ભૂકંપ-સંભવિત પ્રદેશોમાંનો એક છે.

અમેરિકાના કેલિફોર્નિયાની પણ ધરા ધ્રૂજી

કેલિફોર્નિયામાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જે 1940 પછી આ દરિયાકાંઠાના કૃષિ ક્ષેત્રમાં આવેલો સૌથી મજબૂત ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. મોટા ભૂકંપના એક કલાકની અંદર, 2.7થી ઓછી તીવ્રતાના ત્રણ વધુ ભૂકંપ કેન્દ્ર નજીક આવ્યા હતા.

ઉત્તર કેલિફોર્નિયાના રેડવુડ વેલી નજીક 5.6 તીવ્રતાનો મધ્યમ ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ કોઈના મોત થયા નથી.

Breaking News : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે તબાહી, ઇમારતો ધરાશાયી, 10 હજારો લોકોના મોતની આશંકા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.