
જાપાનમાં ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 7.4 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સૈનરિકુના વિસ્તારથી અંદાજે 100 કિલોમીટર દુર પાણીમાં હતુ.
ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હોવાનો અંદાજ છે. આ ઝટકા બાદ જાપાનમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનના હવામાન વિભાગનું કહેવું છે કે, ભૂકપ બછી હોક્કાઈડો અને ઈવાતેમાં આ સુનામી આવવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંન્ને વિસ્તારોમાંથી નાગરિકોને દુર જવાનું કહેવામાં આવ્યું છે. જાપાનમાં 7ની તીવ્રતાથી વધારે ભૂકંપને ગંભીરતાથી લેવામાં આવે છે.
Earthquakes have struck Hokkaido, Aomori, and Iwate in Japan, with a tsunami warning currently in effect.
Fishing vessels are evacuating offshore.
A 7.4 magnitude quake occurred offshore at a depth of 10 km, with a tsunami warning of 3m for Iwate and Hokkaido. pic.twitter.com/NWdExi4sz1
— Visegrád 24 (@visegrad24) April 20, 2026
જાપાનના સરકારી પ્રસારક એનએચકેનું કહેવું છે કે, વૈજ્ઞાનિકોએ જાપાનના મુખ્ય ટાપુના ઉત્તરીય ભાગમાં સ્થિત આઓમોરી પ્રીફેક્ચરના કિનારાથી 50 કિલોમીટર દૂર સુનામી જોઈ છે. આકારણે જાપાનને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. સુનામીના અલર્ટ બાદ સમુદ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જહાજો કિનારા તરફ આવતા જોવા મળી રહ્યા છે.
ભૂકંપના ઝટકા આવ્યા બાદ જાપાનના પરમાણુ વીજ પ્લાન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સ્થાનિક વૈજ્ઞાનિકો ઓનાગાવા પરમાણુ વીજ પ્લાન્ટમાં કોઈપણ અસામાન્યતાની તપાસ કરી રહ્યા છે.જાપાનના વડા પ્રધાન, સનાઈ તાકાઈચીએ લોકોને ઊંચા સ્થાને જવા વિનંતી કરી છે. તેમણે આ કટોકટી દરમિયાન લોકોને ધીરજ રાખવાની પણ અપીલ કરી છે.
જાપાનમાં આ વર્ષે 6ની તીવ્રતાથી 3 ઝટકા આવ્યા હતા. 2025માં ભૂકંપના 1500થી વધારે ઝટકા જાપાનમાં આવ્યા હતા. સવાલ એ છે કે, જાપાનમાં આટલા ભૂકંપ કેમ આવે છે?જાપાનમાં 4 મોટા ટેક્ટોનિક પ્લેટ પર વસેલો એક દેશ છે. જે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયરનો ભાગ છે. આ તે સ્થાન છે જ્યાં પૃથ્વીની નીચેની પ્લેટો સતત એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી રહે છે. આ જ કારણ છે કે અહીં દર વર્ષે આશરે 1,500 ભૂકંપ નોંધાય છે.
Published On - 2:32 pm, Mon, 20 April 26