OMG : ઝુમ મીટિંગ દરમિયાન માત્ર ત્રણ મીનિટમાં આ CEOએ 900 કર્મચારીને કર્યા છુટા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

અહેવાલ મુજબ, અમેરિકા સહિત ઘણા દેશોમાં રજાઓની સિઝન શરૂ થવાની છે. આ પહેલા જ Better.com કંપનીએ આટલી મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓને છુટા કર્યા હતા.

OMG : ઝુમ મીટિંગ દરમિયાન માત્ર ત્રણ મીનિટમાં આ CEOએ 900 કર્મચારીને કર્યા છુટા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !
Vishal Garg CEO Better.com
| Edited By: | Updated on: Dec 08, 2021 | 6:19 PM

America : અમેરિકાના ન્યૂયોર્કમાં એક કંપનીના CEO વિશાવ ગર્ગ (Vishal Garg)માત્ર ત્રણ મિનિટમાં જ 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. મળતા અહેવાલ મુજબ આ કંપનીનું નામ Better.com છે.તમને જણાવી દઈએ કે, કંપનીના CEO વિશાલ ગર્ગે ઝૂમ એપ દ્વારા એક મીટિંગ (zoom meeting)બોલાવી હતી. આ મીટિંગ દરમિયાન તેમણે 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. બરતરફ કરાયેલા કર્મચારીઓ કુલ સ્ટાફના 15 ટકા છે.

અહેવાલ મુજબ, અમેરિકા સહિત ઘણા દેશોમાં રજાઓની સિઝન શરૂ થવાની છે. આ પહેલા જ કંપનીએ આટલી મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓની છુટા કર્યા હતા. કંપનીએ આ નિર્ણય અંગે અગાઉથી કર્મચારીઓને કોઈ માહિતી કે ચેતવણી પણ આપી ન હતી.

મીટિંગમાં શું થયું ?

કંપનીના એક કર્મચારીએ કહ્યું કે તેને માત્ર ત્રણ મિનિટમાં પિંક સ્લિપ (Pink Sleep) આપવામાં આવી હતી. એટલે કે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. સ્ટાફે વધુમાં કહ્યું, ‘બજાર બદલાઈ ગયું છે. જીવવા માટે આપણે તેની સાથે ચાલવું પડશે.

આ કંપનીના CEO વિશાલ ગર્ગે મુળ ભારતીય

તમને જણાવી દઈએ કે, કંપનીના CEO વિશાલ ગર્ગે મુળ ભારતીય છે.ગર્ગ (Vishal Garg) કહ્યું કે મારી કારકિર્દીમાં આ બીજી વખત છે જ્યારે હું આવો નિર્ણય લઈ રહ્યો છું. જોકે હું તે કરવા માગતો નથી. આ પછી ગર્ગે કહ્યું કે તમને HR વિભાગ તરફથી એક ઈમેલ મળશે.જો કે મળતા અહેવાલ મુજબ આ કર્મચારીઓનુ ઉત્યાદન શુન્ય હતુ. તેમજ આ કર્મચારીઓ માત્ર બે કલાક જ કામ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : ભારે કરી ! ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો : Forbes Most Powerful Women: અમેરિકાની જેનેટ યેલેનને પાછળ છોડીને નાણામંત્રી નિર્મલા સીતારમણ બન્યા ભારતના સૌથી શક્તિશાળી મહિલા