એક્ટર Akshay Kumar પહોંચ્યા અબુધાબી, નિર્માણ પામી રહેલા BAPS મંદિરની લીધી મુલાકાત-જુઓ Video

| Edited By: | Updated on: Apr 30, 2023 | 12:12 PM

Akshay Kumar in BAPS Temple : મંદિર નિર્માણ સ્થળે પહોંચતાં જ BAPS હિન્દુ મંદિરના વડા બ્રહ્મવિહારીદાસે ફૂલોના હારથી અક્ષયકુમારનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંદિરના ઈતિહાસને સમજવા માટે આતુર અક્ષયકુમાર અને પ્રતિનિધિમંડળને રિવર્સ ઑફ હાર્મની પ્રદર્શનમાં લઈ જવામાં આવ્યા હતા.

Akshay Kumar in BAPS Temple : અભિનેતા અક્ષયકુમારે UAEની રાજધાની અબુધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી. તેમની સાથે ફિલ્મ નિર્માતા જીતેન દોશી અને વશુ ભગનાની પણ હતા. મંદિર નિર્માણ સ્થળે પહોંચતાં જ BAPS હિન્દુ મંદિરના વડા બ્રહ્મવિહારીદાસે ફૂલોના હારથી અક્ષયકુમારનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંદિરના ઈતિહાસને સમજવા માટે આતુર અક્ષયકુમાર અને પ્રતિનિધિમંડળને રિવર્સ ઑફ હાર્મની પ્રદર્શનમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે UAEમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ સ્થળની મુલાકાત લીધી

આ પ્રદર્શન મંદિરની ઉત્પત્તિની આકર્ષક ઝલક આપે છે. તે પછી અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળ મંદિરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મુખ્ય સ્વયંસેવકોના સંમેલનમાં જોડાયા હતા. અહીં સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમના વક્તવ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળે મંદિરના નિર્માણમાં પોતાની ઈંટ મૂકવા માટે પૂજા સમારોહમાં ભાગ લીધો હતો. અહીં તેઓ 40,000 થી વધુ લોકો સાથે જોડાયા હતા. મહત્વનું એ છે કે આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલ્લું મૂકાવાનું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 30, 2023 12:00 PM