Afghanistan : કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, આશરે 200 લોકોના મોતના સમાચાર

|

Apr 29, 2022 | 8:14 PM

કાબુલ (Kabul Blast)ના અલ્લાહુદ્દીન વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે.

Afghanistan  : કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, આશરે 200 લોકોના મોતના સમાચાર
કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, અનેક લોકોના મોતના સમાચાર
Image Credit source: Twitter

Follow us on

Kabul Blast News : અફઘાનિસ્તાન (Afghanistan) ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું છે.કાબુલ (Kabul Blast)ના અલ્લાહુદ્દીન (Serahi Alauddin Area)
વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ (Blast)ને કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ જે સમયે મસ્જિદમાં આ બ્લાસ્ટ થયો તે સમયે મોટી સંખ્યામાં લોકો નમાજ માટે એકઠા થયા હતા.કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા

નોંધનીય છે કે 21 એપ્રિલે અફઘાનિસ્તાનથી પણ આવા જ સમાચાર સામે આવ્યા હતા. જ્યારે દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ત્રણ બ્લાસ્ટ કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં થયા હતા. મઝાર શરીફમાં એક શિયા મસ્જિદની અંદર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.  જેમાં બે બાળકો ઘાયલ થયા હતા. આ પહેલા 20 એપ્રિલે કાબુલમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બ વિસ્ફોટ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.

ગુરુવારે સાંજે થયેલા બે વિસ્ફોટોમાં 9 લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફ (Mazar-e-Sharif) વિસ્તારમાં થયો હતો. તે જ સમયે, ટોલો ન્યૂઝ અનુસાર બંને વિસ્ફોટોમાં જાહેર પરિવહનને નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પ્રાંતીય આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે આ વિસ્ફોટોની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. નોંધનીય છે કે ગત ગુરુવારે મઝાર-એ-શરીફમાં થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો :

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

 

આ પણ વાંચો :

ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ, અમદાવાદમાં અપાયું રેડ એલર્ટ

Published On - 6:33 pm, Fri, 29 April 22

Next Article