અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં (Kabul) ફરી એકવાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. રાજધાનીમાં આ વિસ્ફોટો એવા સમયે સંભળાયા છે, જ્યારે મંગળવારે જ કાબુલમાં શાળાની નજીક ત્રણ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 25થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય બ્લાસ્ટ હજારા સમુદાયના (Hazara Community) વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.
જ્યારે આ બ્લાસ્ટ થયો, ત્યારે વિદ્યાર્થીઓ શાળામાંથી ઘરે જવા માટે બહાર આવી રહ્યા હતા. તમને જણાવવુ રહ્યુ કે અફઘાનિસ્તાનનો હજારા સમુદાય લાંબા સમયથી ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓના નિશાના પર છે.
વિસ્ફોટ સમયે સ્થળ પર હાજર એક શિક્ષકે જણાવ્યું હતું કે બ્લાસ્ટ સમયે તમામ વિદ્યાર્થીઓ (Students) પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા. તેમણે કહ્યું કે જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજો વિસ્ફોટ થયો. ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. વિસ્ફોટ બાદ જે તસવીરો સામે આવી છે, તેમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જોવા મળી રહ્યા છે. ઈસ્લામિક સ્ટેટના (islamic State) આતંકવાદીઓ અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં સક્રિય છે, તેથી તેઓ હાલ શંકાના દાયરામાં છે.
મંગળવારે થયેલા વિસ્ફોટોમાં હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હજારા સમુદાયના લોકો અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા વંશીય જૂથમાંથી આવે છે. આ લોકોની પણ ધાર્મિક લઘુમતી છે, કારણ કે તેઓ ઈસ્લામના શિયા સંપ્રદાયને અનુસરે છે. બીજી તરફ તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનો સુન્ની ઈસ્લામને અનુસરે છે. જેના કારણે શિયા લોકોને ઘણીવાર આતંકીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ, ભારત માટે બની શકે છે આશાનું કિરણ
Published On - 2:22 pm, Wed, 20 April 22