ISKP Attack in Pakistan: પાકિસ્તાન (Pakistan)ના બલૂચિસ્તાન પ્રાંત (Balochistan Province) ના સિબી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટના કારણે ચાર સૈનિકોના મોત થયા છે અને છ ગંભીર રીતે ઘાયલ થયા છે. તે IED (Pakistan Blast) હુમલો હતો, જે સુરક્ષા દળોના કાફલાની નજીક થયો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને મૃતકો અને ઘાયલોને એર એમ્બ્યુલન્સ દ્વારા સંયુક્ત સૈન્ય હોસ્પિટલ (CMH)માં ખસેડવામાં આવ્યા હતા.
8 માર્ચે સિબીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા, પોલીસે જણાવ્યું હતું. આ વિસ્ફોટ એવી જગ્યાએ થયો હતો જ્યાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી થોડીવાર પહેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. માર્યા ગયેલા તમામ સૈનિકો ફ્રન્ટિયર કોર્પ્સના સભ્યો હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ વિસ્તાર છોડ્યાના લગભગ 25 મિનિટ બાદ વિસ્ફોટ થયો હતો.
પ્રાથમિક તપાસમાં આ આત્મઘાતી હુમલો હોવાનું બહાર આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે તાજેતરનો હુમલો એ સ્થળથી 800 મીટરથી પણ ઓછા અંતરે થયો હતો જ્યાં અલ્વીએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. બલૂચિસ્તાનના વરિષ્ઠ અધિકારી હાશિમ ખિલઝાઈએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. ઇસ્લામિક સ્ટેટ જૂથે જવાબદારી સ્વીકારતા કહ્યું કે તેના એક લડવૈયાએ પોતાની જાતને ઉડાવી દીધી. એવું કહેવાય છે કે, તેના આતંકવાદીઓ પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં હાજર છે.
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત શાખા ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનના મુખ્યમંત્રી કુદ્દુસ બિજેન્જોએ વિસ્ફોટની સખત નિંદા કરતા કહ્યું કે આ એક વાર્ષિક તહેવાર છે અને પ્રાંતમાં શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે. અને આવા ષડયંત્રોને નિષ્ફળ બનાવવામાં આવશે.