એક કુવૈતી ગાયિકા શેમ્સ બંદરે ટ્વીટર પર મુકેલા લગ્ન પ્રસ્તાવથી મીડિયામાં છવાઈ ગઈ છે. કારણકે આ પ્રસ્તાવ તેણે અન્ય કોઈ માટે નહીં પરંતુ અબજોપતિ અને અમેરિકન સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક એવા બિલ ગેટ્સ (Bil Gates) સમક્ષ મુક્યો છે. કુવૈતી અભિનેત્રી અને ગાયક શમ્સ બંદર અલ-અસલમી તરફથી અબજોપતિ બિલ ગેટ્સને જાહેરમાં લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે.
41 વર્ષીય ગાયકે ઈન્ડિપેન્ડન્ટના એક લેખના સ્ક્રીનગ્રેબને રીટ્વીટ કર્યું અને તેમાં અરબીમાં લખ્યું, “આ વ્યક્તિ સુંદર છે, ઈલેક્ટ્રોનિક યુગનો નબી. મને તેની આગાહીઓ અને તે ક્યાં આવી રહ્યો છે તેનું જ્ઞાન ગમે છે. હું તેને લગ્નની ઓફર કરું છું. શું તમે અપેક્ષા કરો છો કે તે સંમત થાય?
جميل هذا الانسان نبي العصر الالكتروني عاجبني تنبؤاته ومعرفته بلي جاي انا اعرض عليه الزواج تتوقعون يوافق؟؟؟ https://t.co/H2WLlHtQeQ
— #شمس ☀️ (@shamsofficial) November 5, 2021
ગલ્ફ ગાયિકા શેમ્સે ટ્વિટર પર શુક્રવાર, 5 નવેમ્બર, 2021ના રોજ સંભવિત આતંકવાદી હુમલાઓની વર્ષો પહેલા બિલ ગેટ્સની આગાહી વિશે વાત કરતી એક ટ્વીટને ફરી રિટ્વીટ કરી. જેમાં સ્મોલપોક્સ વાયરસનો ઉપયોગ મહત્તમ નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવશે તેવી આગાહી કરાઈ હતી.
“بيل جيتس” يحذر من هجمات إرهابية محتملة قد يتم استخدام فيروس الجدري فيها لتحقيق أقصى الأضرار ويُطالب بتمويله مالياً للقيام بأبحاث علمية حتى يتم التصدي لتلك الهجمات..
ويقول أنه خلال 5 سنوات سيُصدر كتاب عنوانه “نحن مستعدون للوباء القادم” pic.twitter.com/iwFtrVAcSJ
— إياد الحمود (@Eyaaaad) November 4, 2021
સ્થાનિક અને પ્રાદેશિક મીડિયાએ બિલ ગેટ્સ સાથે લગ્ન કરવાના શેમ્સના પ્રસ્તાવના સમાચારને ખૂબ જ વાયરલ કરી દીધો અને ગાયકને જવાબ આપવા માટે પ્રેરિત કરી અને કહ્યું કે તેણીની ટ્વીટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
જો કે શેમ્સની આ ઓફર અને ટ્વીટ વિશે ખૂબ જ ચર્ચાઓ થયા બાદ શેમ્સે અંતે જવાબ આપ્યો. મીડિયા અહેવાલો અનુસાર બાદમાં શમ્સે કહ્યું કે તે તેની ઓફર અંગે ગંભીર નથી અને તે ટ્વીટ કટાક્ષ સિવાય બીજું કંઈ નથી. નોંધનીય છે કે બિલ ગેટ્સ વિશ્વના પાંચ સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે. અમેરિકન સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ આ વર્ષની શરૂઆતમાં જ તેમની પત્ની મેલિન્ડા ગેટ્સથી અલગ થઈ ગયા હતા અને મેલિન્ડા સાથેના તેના સંબંધોના અંતની જાહેરાત કરી.
આ પણ વાંચો: LRD ભરતી : લોકરક્ષક દળ ભરતીની ગતિવિધિઓ તેજ, ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું