
પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત શાંત જોવા મળી રહ્યું નથી. ભારતે હવે પાકિસ્તાનના નેતાઓ, ક્રિકેટરો અને યુટ્યુબર અને સેલિબ્રિટીને પણ છોડવાના મૂડમાં નથી. ભારત સરકારે પહેલા 16 યુટ્યુબ ચેનલ, સેલિબ્રિટી અને ક્રિકેટરના સોશિયલ મીડિયા અકાઉન્ટ ભારતમાં બ્લોક કર્યા છે.
પાકિસ્તાન સામે ભારતે વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. કોઈ દેશની સરકાર પોતાના દેશના બીજા દેશના નાગરિકો અથવા સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે વૈશ્વિક સ્તરે આખું ખાતું બંધ કરી દેવામાં આવે, પરંતુ તે દેશમાં ઍક્સેસને બ્લોક કરવામાં આવે.
જ્યારે કોઈ સરકાર કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કરે છે. તો આનો મતલબ એ છે કે, દેશના યૂઝર્સ આ લોકોના અકાઉન્ટને જોઈ શકતા નથી. જે રીતે ભારતમાં જો પાકિસ્તાનના કોઈ ક્રિકેટરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કે, X (Twitter) પ્રતિબંધ થાય છે. તો આ અકાઉન્ટ ભારતમાં “This content isn’t available in your country” જેવો મેસેજ જોવા મળે છે.
Pakistan Peoples Party Chairman Bilawal Bhutto Zardari and Former Pakistan Prime Minister and PTI founder Imran Khan’s accounts on ‘X’ withheld in India pic.twitter.com/Z3NKyWOGwc
— ANI (@ANI) May 4, 2025
દેશની સરકાર આ અકાઉન્ટને લઈ ફરિયાદ કરે છે કે,સામેવાળા દેશ દેશ વિરોધી, ફેક ન્યુઝ, ફેક સ્પીચ કે પછી નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી એક્ટિવિટીમાં સામેલ છે.
ભારત જેવા દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) અથવા ગૃહ મંત્રાલય (MHA) દ્વારા મેટા (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) અથવા X ને સત્તાવાર સૂચના મોકલવામાં આવે છે.
સોશિયલ મીડિયા કંપની આ અકાઉન્ટને આ વિશેષ દેશમાં બ્લોક કરી દે છે.(Geo-blocking) આ પ્રોસેસ હંમેશા IT Act (ભારતમાં IT Act 2000, Sec 69A) હેઠળ થાય છે.
ભારતે પાકિસ્તાની કલાકારો, નેતાઓ, ક્રિકેટરો અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સરના અનેક અકાઉન્ટને દેશમાં પ્રતિબંધ કર્યા છે. જ્યારે સરહદ પર તણાવ કે દેશ વિરોધી નિવેદનો સામે આવી રહ્યા હતા. ત્યારે આ નિર્ણય સામાન્ય રીતે નેશનલ સિક્યોરિટી અને જન ભાવનાનું ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
ભારતના આ નિર્ણથી બિલાવલ ભુટ્ટો અને ઈમરાન ખાનના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ ઘટશે, કારણ કે, ભારતના જેટલા યુઝર્સ તેને ફોલો કરતા હતા. તેને અકાઉન્ટ દેખાશે નહી. આની અસર તેની પોસ્ટ અને લાઈક તેમજ વ્યુ અને કોમેન્ટ પર જોવા મળશે.