Breaking News: દુનિયા ધ્રૂજી ઉઠી! ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ઓઈલ ટેન્કર પર હુમલો, 4 લોહીલુહાણ – જુઓ Video

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની વચ્ચે વિશ્વના સૌથી મહત્વના ઓઈલ સપ્લાય રૂટ 'Strait of Hormuz' માં એક ઓઈલ ટેન્કર પર ભીષણ હુમલો થયો છે. આ હુમલામાં 15 ભારતીયો સહિત 20 ક્રૂ મેમ્બર્સના જીવ જોખમમાં મુકાયા હતા.

Breaking News: દુનિયા ધ્રૂજી ઉઠી! ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ઓઈલ ટેન્કર પર હુમલો, 4 લોહીલુહાણ - જુઓ Video
| Updated on: Mar 01, 2026 | 5:48 PM

ઓમાને રવિવારે જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં એક ઓઈલ ટેન્કર પર હુમલો થયો છે, જેમાં જહાજ પર સવાર 4 લોકો ઘાયલ થયા છે. સરકારી ‘ઓમાન ન્યૂઝ એજન્સી’ અનુસાર, આ હુમલો પલાઉ (Palau) ના ધ્વજ ધરાવતા ‘સ્કાયલાઈટ’ (Skylight) નામના જહાજ પર થયો હતો. આ જહાજના ક્રૂમાં ભારતીય અને ઈરાની નાગરિકો હતા.

ઈરાને આપી હતી ધમકી

આ હુમલા પાછળ કોણ જવાબદાર છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ, ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજોને રેડિયો દ્વારા ધમકીઓ આપી હતી.

ઓઈલ ટેન્કરને બનાવાયું નિશાન

દેશના દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર, મુસન્દમ પેનિનસુલા (Musandam Peninsula) પાસે પલાઉના ધ્વજવાળા ઓઈલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. આ હુમલો ખસાબ પોર્ટ (Khasab Port) થી અંદાજે પાંચ નોટિકલ માઈલ ઉત્તરમાં થયો હતો. જો કે, ટેન્કર પર કયા હથિયારથી હુમલો કરવામાં આવ્યો, તેની સત્તાવાર જાણકારી હજુ સુધી મળી નથી.

ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

હુમલા બાદ ‘સ્કાયલાઈટ’ ટેન્કરના 20 સભ્યોના ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ, ક્રૂમાં 15 ભારતીય અને 5 ઈરાની નાગરિકો હતા, જેમાંથી ચાર લોકો અલગ-અલગ સ્તરે ઘાયલ થયા છે. ઓમાનની આસપાસ આ રીતે જહાજને નિશાન બનાવવાની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાય છે. અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ ઈરાન દ્વારા ખાડી દેશો પર વળતા હુમલાઓની જે લહેર શરૂ થઈ છે, તે અંતર્ગત આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.

દુનિયા માટે કેમ મહત્વનું છે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી દુનિયાના કુલ તેલ વપરાશનો અંદાજે પાંચમો ભાગ (20%) પસાર થાય છે. ઓમાનનો મુસન્દમ (Musandam) વિસ્તાર આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર ઈરાન સાથે નિયંત્રણ વહેંચે છે.

અગાઉ રવિવારે, ઓમાનના દુકમ પોર્ટ (Duqm Port) પર બે ડ્રોન હુમલા થયા હતા, જેમાં એક પરપ્રાંતીય કર્મચારી ઘાયલ થયો હતો. બીજા એક ડ્રોનનો કાટમાળ ઈંધણની ટાંકીઓ પાસે પડ્યો હતો પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.

Breaking News: એક મિનિટમાં 40 ઈરાની કમાન્ડરો ઢેર, વળતા પ્રહારમાં ઈરાને સાઉદીના મોલને મિસાઈલથી ફૂંકી માર્યો

Published On - 5:44 pm, Sun, 1 March 26