Bidenની સત્તા ભારતીયોને ફળશે ? પહેલા દિવસે મળી શકે છે 5 લાખ ભારતીયોને ખુશખબર

|

Jan 20, 2021 | 10:08 AM

સત્તા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલેલી લાંબી લડાઈ બાદ સત્તા સંભાળવાના પહેલા દિવસે જ જો બાઈડેન ભારતીઓને ખુશખબર આપવા જઈ રહ્યા છે.

Bidenની સત્તા ભારતીયોને ફળશે ? પહેલા દિવસે મળી શકે છે 5 લાખ ભારતીયોને ખુશખબર
બાઈડેનની સત્તા ભારતીયોને ફળશે

Follow us on

સત્તા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલેલી લાંબી લડાઈ બાદ સત્તા સંભાળવાના પહેલા દિવસે જ જો Biden ભારતીઓને ખુશખબર આપવા જઈ રહ્યા છે. બાઈડેન પહેલા દિવસે ઇમિગ્રેશન બિલ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં કાનૂની દરજ્જા વિના જીવતા 1 કરોડ 10 લાખ લોકોને આઠ વર્ષ માટે નાગરિકત્વ આપવાની જોગવાઈ હશે. એક અનુમાન મુજબ લગભગ 5 લાખ લોકો મૂળ ભારતીય છે.

આ ઇમિગ્રેશન બિલ ટ્રમ્પની વહીવટની કડક નીતિઓ વિરુદ્ધ હશે. બિલ વિષે જાણકારી ધરાવનાર એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું છે કે બુધવારે બાઈડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક નામાંકિત તરીકે બિડેને ઇમિગ્રેશન અંગેના ટ્રમ્પના નિયમોને અમેરિકન મૂલ્યો પર ‘કઠોર હુમલો’ ગણાવ્યો હતો.

1.1 કરોડ લોકોને કાયદેસર બનાવવાનું વચન
બાઇડેને કહ્યું હતું કે તે આ “નુકસાનની ભરપાઈ કરશે”. આ બિલ હેઠળ કોઈપણ કાયદાકીય દરજ્જા વિના યુ.એસ. માં રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ 1 જાન્યુઆરી 2021 સુધી કરવામાં આવશે. આ તપાસમાં જો તેઓ પૂરપ ટેક્સ પૂરો ભરતા હોય અને અન્ય મૂળભૂત આવશ્યકતાઓને પૂરી કરતા હોય, તો તેમના માટે અસ્થાયી કાનૂની દરજ્જો પાંચ વર્ષ માટે પસાર કરવામાં આવશે. અથવા તેમને ગ્રીન કાર્ડ મળશે. ત્યાર બાદ તેઓ વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મેળવી શકે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ટ્રમ્પ દ્વારા લેવાયેલા પગલા જેમાં ઘણા મુસ્લિમ દેશોના લોકોના આગમન પર પ્રતિબંધ તેમજ ઇમિગ્રેશન જેવા પગલા સામીલ હતા. સાંભળવામાં આવ્યું છે કે બાઇડેન તેમાં બદલાવ કરશે. બાઇડેને કહ્યું હર્ત કે તેઓ કોંગ્રેસ સાથે વિઝા પ્રક્રિયા, H-1B વિઝામાં સુધારો કરશે. જેથી આવા લોકોને લોકોને નોકરી કરવાની અને બદલવાની મંજૂરી મળી શકે. આ નિયમથી ભારતીય કામ કરવાનારા લોકોને ફાયદો થઇ શકે છે. બાઇડેને 1.1 મિલિયન ગેરકાયદેસર સ્થળાંતરને કાયદેસર બનાવવાનું વચન આપ્યું હતું, તેના ઘોષણા પત્ર અનુશાર, આમાં 500,000 ભારતીયનું લિસ્ટ છે.

Published On - 10:07 am, Wed, 20 January 21

Next Article