ભારત પર દબાણ વધારવા ચીનની વધુ એક ચાલ, તિબેટમાં સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી

|

Nov 30, 2020 | 1:13 PM

પૂર્વી લદ્દાખમાં ભારત તરફથી ગતિવિધિ વચ્ચે ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક મોટો ડેમ બનાવશે. અને, ડેમ બનાવવાના પ્રસ્તાવ પર આવતા વર્ષે અમલમાં આવનાર 14મી પંચવર્ષીય યોજનામાં વિચારણા કરવામાં આવશે. ચીનના સત્તાવાર મીડિયાએ આ માહિતી ચીનની એક કંપનીના વડાને ટાંકીને આપી છે કે જેને ડેમ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ચાઇના પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ […]

ભારત પર દબાણ વધારવા ચીનની વધુ એક ચાલ, તિબેટમાં સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી

Follow us on

પૂર્વી લદ્દાખમાં ભારત તરફથી ગતિવિધિ વચ્ચે ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર એક મોટો ડેમ બનાવશે. અને, ડેમ બનાવવાના પ્રસ્તાવ પર આવતા વર્ષે અમલમાં આવનાર 14મી પંચવર્ષીય યોજનામાં વિચારણા કરવામાં આવશે. ચીનના સત્તાવાર મીડિયાએ આ માહિતી ચીનની એક કંપનીના વડાને ટાંકીને આપી છે કે જેને ડેમ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ચાઇના પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઇનાના અધ્યક્ષ યાંગ યાંગે કહ્યું હતું કે ચીનની ઝાંગ્બો નદી એટલે કે બ્રહ્મપુત્રા નદીની નીચે એક જળવિદ્યુત વપરાશ પ્રોજેક્ટ શરૂ કરશે. આ સંશાધન ચીનની ઘરેલું સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ગ્લોબલ ટાઇમ્સે રવિવારે આ મામલે એક અહેવાલ આપ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી) દ્વારા ઔપચારિક બહાલી પછી આવતા વર્ષે આ યોજનાની વિસ્તૃત માહિતી જાહેર કરાશે. બ્રહ્મપુત્રા નદી ચીન ઉપરાંત ભારત અને બાંગ્લાદેશમાંથી પણ પસાર થાય છે. આવી સ્થિતિમાં ચીનમાં ડેમ નિર્માણના પ્રસ્તાવને લઇને ભારત અને બાંગ્લાદેશની ચિંતા વધી ગઈ છે. જોકે, ચીને આ ચિંતાઓને નકારી કાઢતા કહ્યું છેકે તે બંને દેશોના હિતોને પણ ધ્યાનમાં લેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article