બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના ગાઝા શાંતિ પ્લાનને નકાર્યો, પેલેસ્ટાઈનના પચાવી પાડેલા વિસ્તારમાંથી સૈન્ય પાછુ ખેંચવા કર્યો ઈન્કાર

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 15 મુદ્દાની ગાઝા શાંતિ યોજનાને નકારી કાઢી છે. નેતન્યાહૂનું કહેવું છે કે, જ્યા સુધી હમાસને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર ના કરવામાં આવે ત્યાં સુધી IDF ને પાછું ખેંચવામાં નહીં આવે.

બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના ગાઝા શાંતિ પ્લાનને નકાર્યો, પેલેસ્ટાઈનના પચાવી પાડેલા વિસ્તારમાંથી સૈન્ય પાછુ ખેંચવા કર્યો ઈન્કાર
| Updated on: Aug 10, 2026 | 8:49 AM

અમેરિકાએ રજૂ કરેલા ગાઝા શાંતિ યોજના પ્રસ્તાવને, ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફગાવી દીધો છે. નેતન્યાહુએ જણાવ્યું છે કે, જ્યા સુધી પેલેસ્ટાઈનના આંતકી સંગઠન હમાસ પૂર્ણપણે શસ્તો મ્યાન નહીં કરે ત્યા સુધી શાંતિ યોજના પ્રસ્તાવ મંજૂર નથી. ટ્રમ્પે કહ્યું હતું કે હમાસના શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પેલેસ્ટાઈનમાંથી ઇઝરાયલ સેના પાછી ખેંચી લેશે. ઇઝરાયલી સૈન્ય હાલમાં, અડધાથી વધુ પેલેસ્ટિનિયન પ્રદેશ પર નિયંત્રણ ધરાવે છે. ઈઝરાયેલ હસ્તકના પેલેસ્ટાઈનના વિસ્તારમાં લગભગ બે મિલિયન વસ્તી છે.

નેતન્યાહૂનો દાવો છે કે હમાસ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર ના થાય ત્યાં સુધી ગાઝામાંથી કોઈ સૈન્ય દળ પાછુ ખેંચવામાં નહીં આવે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગયા મહિને ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલ ગાઝા માટેના શાંતિ કરારને નકારી કાઢ્યો હતો. આ કરારમાં કહેવામાં આવ્યું હતું કે જ્યા સુધી હમાસ શસ્ત્રો હેઠા ના મૂકે ત્યાં સુધી ઇઝરાયલ, સેના પાછી નહીં ખેંચે. કેબિનેટની બેઠકમાં બોલતા, નેતન્યાહૂએ કહ્યું હતું કે, ઇઝરાયલ 15-મુદ્દાના ગાઝા શાંતિ કરારના દસ્તાવેજને નકારી કાઢે છે, પરંતુ ગાઝા માટેની યોજનાઓ અંગે વોશિંગ્ટન સાથે ચર્ચા ચાલુ રાખશે. તેમણે ગયા અઠવાડિયે પણ આવી જ લાગણીઓ વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે ગાઝા શાંતિ યોજનાની રજૂઆત કરતા કહ્યું હતું કે, આતંકવાદી જૂથ હમાસ દ્વારા શસ્ત્રો હેઠા મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ઇઝરાયલ, પેલેસ્ટાઈનમાંથી સેના પાછી ખેંચી લેશે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય બાસેમ નૈમે કહ્યું, “અમે રોડમેપ માટે પ્રતિબદ્ધ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, અમારા જૂથને આશા છે કે, અમેરિકાની મધ્યસ્થી, નેતન્યાહૂ પર દબાણ લાવશે. નેતન્યાહુ, આગામી 27 ઓક્ટોબરે યોજાનારી સ્થાનિક ચૂંટણીઓમાં પણ સત્તા જાળવી રાખવાના સંઘર્ષ વચ્ચે ઘરેલુ તણાવનો સામનો કરી રહ્યા છે.

7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના લડવૈયાઓએ પેરાગ્લાઈડિંગ થકી ઈઝરાયેલમાં ઘૂસી જઈને ઠેર ઠેર હુમલાઓ કર્યા હતા. આ સમય બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. હાલમાં અમેરિકાની મધ્યસ્થીથી ઈઝારેયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ વિરામ નાજુક તબક્કમાં છે.

Breaking News : યુદ્ધમાં પહેલી વાર જોવા મળ્યાં મોજતબા ખામેની ! સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે 12 સેકન્ડનો વીડિયો જાહેર…હવે શું કરશે અમેરિકા- ઈઝરાયેલ ?

Published On - 8:31 am, Mon, 10 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.