Bangladesh News update : બાંગ્લાદેશમાં શેખ હસીનાના બળવા અને હિંસા દરમિયાન હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણાની હત્યા કરવામાં આવી અને દુકાનો લૂંટવામાં આવી. શનિવારે ઢાકા સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં હિન્દુ સમુદાયે આનો વિરોધ કર્યો હતો.
આ પછી વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસે સોમવારે હિન્દુ વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળને મળવા આમંત્રણ આપ્યું છે. સરકાર અને હિન્દુ સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવામાં આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
હિંદુ વિદ્યાર્થી સંગઠનોએ તેમની આઠ મુખ્ય માંગણીઓને લઈને જોરદાર અવાજ ઉઠાવ્યો છે. તેમની મુખ્ય માગ લઘુમતીઓના સંરક્ષણ સાથે સંબંધિત છે, જેમાં તેમણે અત્યાચારના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપનાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આ ટ્રિબ્યુનલ ગુનેગારોને ઝડપી અને યોગ્ય સજા સુનિશ્ચિત કરશે અને પીડિતોના વળતર અને પુનર્વસનની વ્યવસ્થા કરશે.
બીજી માંગમાં હિંદુ વિદ્યાર્થી સંગઠનોએ ‘લઘુમતી સંરક્ષણ અધિનિયમ’ને તાત્કાલિક લાગુ કરવાની માગ કરી છે. આ ઉપરાંત તેમણે લઘુમતી બાબતોના મંત્રાલયની સ્થાપના કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી છે, જે લઘુમતીઓના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમના હિતોનું રક્ષણ કરશે.
વિદ્યાર્થીઓની અંતિમ માગ શારદીય દુર્ગા પૂજા દરમિયાન 5 દિવસની જાહેર રજા જાહેર કરવાની છે. તેમનું કહેવું છે કે હિંદુ સમુદાય માટે દુર્ગા પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે અને તેને ઉજવવા માટે પૂરતો સમય મળવો જોઈએ.
હિન્દુ વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ દેશભરમાં અસહકાર આંદોલન ચલાવશે. હવે સૌની નજર સોમવારે યોજાનારી આ મહત્વની બેઠક પર છૉ. જેમાં આ માંગણીઓ પર સરકારનું વલણ સ્પષ્ટ થશે.
Published On - 7:50 am, Mon, 12 August 24