Bangladesh Violence: હિન્દુઓ માટે નર્ક બન્યું બાંગ્લાદેશ, જીવ બચાવવા માગી રહ્યા છે ભીખ, જુઓ Video

|

Aug 06, 2024 | 10:17 PM

બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે ડરામણી તસવીરો સામે આવી રહી છે. હિન્દુઓ અને શીખોના ધાર્મિક સ્થળો અને લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ભયાનક દ્રશ્યનું વર્ણન કરતાં એક મહિલા કહે છે કે અમે એવો કયો ગુનો કર્યો છે કે અમારા ઘરો અને ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવી રહ્યાં છે.

Bangladesh Violence: હિન્દુઓ માટે નર્ક બન્યું બાંગ્લાદેશ, જીવ બચાવવા માગી રહ્યા છે ભીખ, જુઓ Video
Image Credit source: Social Media

Follow us on

બાંગ્લાદેશમાં હિંસા અટકી રહી નથી. 16 જુલાઈથી અત્યાર સુધીમાં 21 દિવસમાં 440 લોકોએ જીવ ગુમાવ્યા છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ સોમવારે રાત્રે પશ્ચિમ જોશોર જિલ્લામાં અવામી લીગના એક નેતાની હોટલમાં લગભગ 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. હિન્દુઓ અને શીખોના ધાર્મિક સ્થળોની સાથે સમુદાયના લોકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે, તેમની છોકરીઓને અને માતાઓને ઘરેથી ઉપાડી લેવામાં આવે છે, તેવા અનેક અહેવાલો અને વીડિયો સામે આવી રહ્યા છે, હિંન્દુઓ તેમને વિનંતી કરી રહ્યા છે, પણ તે કોઈનું માનતા નથી, જ્યારે ઘરમાં કોઈ પુરૂષ હોય તો તેમને મારી નાખવામાં આવી રહ્યા છે. જ્યારે અનેક ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે, તેમા અનેક લોકો જીવતા ભડથું થઈ ચુક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

 

 

ઢાકાના ખિલગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નંદીપારા બોરો બટ્ટ તાલા વિસ્તારમાં કટ્ટરપંથીઓએ હિંદુ વિસ્તારોમાં હુમલો કર્યો. હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. લઘુમતીઓમાં ભયનું વાતાવરણ છે. જેના કારણે લઘુમતીઓ ગઈકાલે રાત્રે સૂઈ પણ શક્યા ન હતા.

શું આ લોકો મંદિરો તોડીને દેશને આઝાદ કરી રહ્યા છે?

મહિલા કહે છે કે આપણે હિન્દુઓએ શું ગુનો કર્યો છે? અમારું ઘર તોડી પાડવામાં આવ્યું. હિંદુઓના ઘર તોડીને આ લોકો કેવી સ્વતંત્રતા ઈચ્છે છે? હિન્દુ મંદિરોને તોડી પાડવામાં આવી રહ્યા છે. શું આ લોકો મંદિરો તોડીને દેશને આઝાદ કરી રહ્યા છે? આ માત્ર એક સ્ત્રીની પીડા નથી. બાંગ્લાદેશથી આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જે માનવતાની હત્યાની કહાની કહે છે.

બાંગ્લાદેશમાં આતંક વચ્ચે એક ભારતીય યુવકે પોતાનો જીવ બચાવવા ચાર માળેથી છલાંગ લગાવી હતી. જેના કારણે તેના બંને પગ ઘૂંટણ સુધી તૂટી ગયા હતા. તેને પીઠમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આસામનો રહેવાસી રબીઉલ ઈસ્લામ થોડા દિવસ પહેલા જ ધંધાના સંબંધમાં બાંગ્લાદેશ ગયો હતો. તેનો ભાઈ શાહિદ અલી પણ તેની સાથે હતો.

હિન્દુઓ માટે સરકારે દરવાજા ખોલવા જોઈએ

બીજી તરફ, બાંગ્લાદેશ પાછા જતા હિન્દુ પરિવારો ભારત સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત આવવા ઈચ્છતા બાંગ્લાદેશી હિન્દુઓ માટે સરકારે દરવાજા ખોલવા જોઈએ. બાંગ્લાદેશની પેટ્રાપોલ બોર્ડર પર મુસાફરો અને પ્રવાસીઓની અવરજવરમાં મોટો ઘટાડો થયો છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા વચ્ચે બાંગ્લાદેશથી ભારત આવતા લોકો પોતાનું દુ:ખ અને ડર જણાવી રહ્યા છે.

કેટલાક લોકો સાઈકલ રિક્ષા દ્વારા 60-70 કિલોમીટરનો પ્રવાસ કરીને ભારતીય સરહદ સુધી પહોંચ્યા હતા.

રાજ્યમંત્રી રવનીત બિટ્ટુનો વિદેશ મંત્રીને પત્ર

બાંગ્લાદેશમાં હિંસાને જોતા કેન્દ્રીય રેલ્વે અને ફૂડ પ્રોસેસિંગ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ચિંતા વ્યક્ત કરી છે. શીખ મંદિરો અને હિંદુ મંદિરો પરના હુમલાઓ અંગે, તેમણે વિદેશ મંત્રી એસ જયશંકરને આ મુદ્દો લશ્કરી સત્તાવાળાઓ અથવા બાંગ્લાદેશની વચગાળાની સરકાર સમક્ષ ઉઠાવવા વિનંતી કરી છે.

જયશંકરને લખેલા પત્રમાં બિટ્ટુએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં શીખોની વસ્તી ઘણી ઓછી છે. કેટલાક ભારત વિરોધી તત્વો ધાર્મિક સ્થળો પર ઉપદ્રવ સર્જી રહ્યા છે. તેથી શીખ સમુદાય ગુરુદ્વારાની સુરક્ષાને લઈને ચિંતિત છે. હું તમને વિનંતી કરું છું કે ઢાકાના ઐતિહાસિક શીખ મંદિરો જેમ કે ગુરુદ્વારા નાનક શાહી અને ગુરુદ્વારા સંગત ટોલા તેમજ હિંદુ મંદિરોની સુરક્ષા માટે આ મુદ્દો બાંગ્લાદેશ આર્મી અથવા વચગાળાની સરકાર પાસે ઉઠાવો. તેમણે કહ્યું કે ગુરુ નાનક દેવજી અને ગુરુ તેગ બહાદુર સાહેબ ઢાકા ગયા હતા. તેમની યાદમાં આ ગુરુદ્વારા બનાવવામાં આવ્યા છે.

નોંધ: ટીવી9 આ વીડિયોની પુષ્ટી કરતું નથી

 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં તખ્તાપલટથી અદાણીનું વધ્યું ટેન્શન? આ ભારતીય કંપનીઓના શેરમાં થઈ અસર, મારામાર વેચી રહ્યા છે શેર

Next Article