બાંગ્લાદેશને દારૂગોળો મોકલી રહ્યું છે પાકિસ્તાન, શું બાંગ્લાદેશ ભારત માટે બનશે નવી સમસ્યા ?

|

Sep 04, 2024 | 3:16 PM

બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવીને દેશમાં સત્તા પર આવેલા મોહમ્મદ યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે સામે આવવા લાગ્યો છે. કારણ કે, વચગાળાની સરકારની સ્થાપનાના માત્ર ત્રણ અઠવાડિયા પછી ઢાકાએ પાકિસ્તાનથી આર્ટિલરી માટે દારૂગોળો નવેસરથી સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે.

બાંગ્લાદેશને દારૂગોળો મોકલી રહ્યું છે પાકિસ્તાન, શું બાંગ્લાદેશ ભારત માટે બનશે નવી સમસ્યા ?
Pakistan Bangladesh Deal

Follow us on

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આરક્ષણ વિરુદ્ધનું આંદોલન એટલું હિંસક બન્યું કે દેશમાં બળવો થયો અને 15 વર્ષથી દેશના વડાપ્રધાનની ગાદી પર રહેલા શેખ હસીનાને દેશ છોડવો પડ્યો. જો કે હવે મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. પહેલા આંદોલન પછી બળવો અને હિંદુઓ પર હિંસા બાંગ્લાદેશમાં કટ્ટરવાદી ષડયંત્રની તસવીરો જોઈને દુનિયા ચોંકી ગઈ હતી. બાંગ્લાદેશ પોતાની આગમાં જ સળગી રહ્યું છે અને ઢાકામાં હિંસાની આગ અટકી રહી નથી. હવે બાંગ્લાદેશની કટ્ટરવાદી સરકારે પાકિસ્તાન પાસેથી હથિયારોનો મોટો ઓર્ડર આપીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાનના હથિયારો કેટલું લોહી વહાવી શકે છે તે ત્યાંની લેટેસ્ટ તસવીરો પરથી સમજી શકાય છે. પરંતુ બાંગ્લાદેશના નવા શાસકોએ દેશને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. શેખ હસીનાને હટાવીને દેશમાં સત્તા પર આવેલા મોહમ્મદ યુનુસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ હવે સામે આવવા લાગ્યો છે. કારણ કે, વચગાળાની સરકારની સ્થાપનાના માત્ર ત્રણ અઠવાડિયા પછી ઢાકાએ પાકિસ્તાનથી આર્ટિલરી માટે દારૂગોળો નવેસરથી સપ્લાય કરવાનો આદેશ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો