
પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં પણ હવે આર્થિક સંકટ ઘેરાયુ છે. બાંગ્લાદેશમાં મોંઘવારી માઝા મુકી રહી છે. આમ લોકોને જીવન જરૂરી ચીજો ખરીદવામાં પણ ભારે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસે દિવસે લોકો વધુ ગરીબ બની રહ્યા છે. એવામાં બાંગ્લાદેશ પાસે પોતાનું કોઈ ભંડોળ બચ્યુ નથી અને IMF પાસે $4.7 બિલિયન ની લોન તો માગી છે પરંતુ લોન મળશે કે કેમ તેના પર પણ પ્રશ્નાર્થ તોળાઈ રહ્યુ છે. બે સપ્તાહથી IMFના અધિકારીઓએ બાંગ્લાદેશમાં ધામા નાખ્યા હતા પરંતુ લોન આપવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ જોવા મળ્યુ નથી. આ અંગે હવે વોશિંગ્ટનમાં ફરી એક બેઠક મળશે, જેમા વાટાઘાટો થશે અને આગામી સપ્તાહે ચિત્ર સ્પષ્ટ થશે કે બાંગ્લાદેશને લોન મળશે કે નહીં. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) એ જણાવ્યુ છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સતત મુશ્કેલીનો સામનો કરી રહી છે અને તેને બહારથી ફન્ડીંગની જરૂર છે. 6 થી 17 એપ્રિલ વચ્ચે ઢાકામાં બે સપ્તાહ સુધી IMF ની ટીમે ચર્ચા કરી પરંતુ $4.7 બિલિયન લોનના આગામી...
Published On - 8:20 pm, Fri, 18 April 25