
બાંગ્લાદેશની સેનાએ એ રિપોર્ટ્સને ફગાવી દીધા છે જેમા બાંગ્લાદેશની સેનાના આર્મી ચીફ જનરલ વકાર ઉજ ઝમાનના તખ્તાપલટની વાત કહેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવાયુ છે કે જનરલ વકાર ઉજ ઝમાનના તખ્તાપલટ માટે એક બેઠક કરવામાં આવી, પરંતુ પુરતુ સમર્થન ન મળતા પ્લાન ફેલ થઈ ગયો હતો. ગુપ્ત રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે ભારતની મદદથી બાંગ્લાદેશમાં સેનાની અંદર તખ્તાપલટના ષડયંત્ર પર પાણી ફેરવી દેવાયુ છે. જો કે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝમાન ઉપરથી ખતરો હજુ ટળ્યો નથી. રિપોર્સ અનુસાર ગત સપ્તાહે ભારતે બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝમાનને કેટલાક પાકિસ્તાન પરસ્ત જનરલના વિદ્રોહને દબાવવામાં મદદ કરી હતી. જાણવા મળ્યુ છે કે કેટલાક પાકિસ્તાન સમર્થન અધિકારીઓએ આર્મી ચીફને હટાવવા માટે એક બેઠક બોલાવી હતી. પરંતુ ભારતે બાંગ્લાદેશના સેના પ્રમુખને તખ્તાપલટ માટે પહેલા જ ચેતવી દીધા હતા. એજ કારણે તેઓ ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. ભારતે બાંગ્લાદેશના આર્મી ચીફને ઉથલાવવાની યોજના પર ફેરવ્યુ પાણી સ્વરાજ્ય મેગેઝીનના અહેવાલ મુજબ, નવી દિલ્હીએ માત્ર આર્મી ચીફની ખુરશી અને પદ બચાવવામાં...
Published On - 4:36 pm, Fri, 14 March 25