
એકતરફ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. તો બીજી તરફ એ પણ તથ્યો સામે આવ્યા છે કે આ મુશ્કેલ સ્થિતિમાં વિશ્વના ક્યા દેશે ભારત સાથે કેવુ વલણ બતાવ્યુ છે. તેમા સૌથી વધુ ચર્ચા તુર્કીય અને અઝરબૈઝાનની થઈ રહી છે. તેમા પણ અઝરબૈઝાની ચર્ચા એટલે પણ જરૂરી છે કે આ દેશમાં ભારતની સૌથી પ્રાચીન સંસ્કૃતિનીનો સહિયારો વારસો હોવા છતા તેમણે પાકિસ્તાનનો સાથ આપ્યો. તુર્કીય અને અઝરબૈજાને આપ્યો પાકિસ્તાનનો સાથ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કરી અને પડોશી દેશમાં આતંકી છાવણીઓને નિશાન બનાવી. પાકિસ્તાને પણ ભારત પર વળતા પ્રહારનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની મજબુત ઍર ડિફેન્સ સિસ્ટમે તેને ત્યાંજ નિષ્ફળ બનાવી દીધી. આ તણાવ વચ્ચે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બિરાદરીમાં એકલુ પડી ગયુ. તેને ન માત્ર ચીન, તુર્કીય પરંતુ અઝરબૈઝાન જેવા દેશોનું પણ સમર્થન મળ્યુ. અઝરબૈઝાને લખ્યો પાકિસ્તાનને પત્ર હાલ જાણવા મળ્યુ છે કે ચીન અને તુર્કીય એ પાકિસ્તાનને સૈન્ય મદદ આપી તો અઝરબૈઝાનની સરકારે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પત્ર લખી તેનુ સમર્થન...
Published On - 7:32 pm, Fri, 16 May 25