શું ખરેખરમાં ખામેનીની હત્યાથી ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો અંત આવશે ? જાણો કોણ છે અયાતુલ્લાહ ખામેની!

આયાતુલ્લાહ ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા છે. તેમનું માનવું છે કે, ઇઝરાયલ એક કેન્સર છે અને તેને દુનિયામાંથી નાબૂદ કરી દેવું જોઈએ. તેમનું એવું પણ માનવું છે કે, ઇઝરાયલે પેલેસ્ટાઇન પર ગેરકાયદેસર કબજો કર્યો છે.

શું ખરેખરમાં ખામેનીની હત્યાથી ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો અંત આવશે ? જાણો કોણ છે અયાતુલ્લાહ ખામેની!
| Updated on: Jun 17, 2025 | 7:38 PM

આયાતુલ્લાહ ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા છે. તેમનું માનવું છે કે, ઇઝરાયલ એક કેન્સર છે અને તેને દુનિયામાંથી નાબૂદ કરી દેવું જોઈએ. તેમનું એવું પણ માનવું છે કે, ઇઝરાયલે પેલેસ્ટાઇન પર ગેરકાયદેસર કબજો કર્યો છે.

મીડિયા રિપોર્ટસથી જાણવા મળ્યું છે કે, ઇઝરાયલ તેમની આ વિચારધારાના બદલામાં આયાતુલ્લાહ ખામેનીને મારી નાખવા માંગે છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, ઈરાનના નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા પછી બંને દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો અંત આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની તરફેણમાં કરી વાત

બેન્જામિન નેતન્યાહૂએ વધુમાં એ પણ કહ્યું કે, અમે યોગ્ય દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ અને ખામેનીની હત્યાથી આ સમસ્યાનો ઉકેલ આવશે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નેતાને નિશાન બનાવવાની યોજનાને રોકવાની વાત કરી છે. અમેરિકા કહે છે કે, ઈરાને કોઈ અમેરિકનને માર્યો નથી તેથી અમે તેમના કોઈપણ નેતાને નિશાન બનાવવાની વાત કરી શકતા નથી.

આયાતુલ્લાહ ખામેની કોણ છે?

ઈરાનના નેતા આયાતુલ્લાહ ખામેની ખૂબ જ શક્તિશાળી ધાર્મિક અને રાજકીય વ્યક્તિત્વ ધરાવે છે. ઇસ્લામિક વિશ્વમાં તેમનો દબદબો છે. તેઓ 86 વર્ષના છે પરંતુ તેમનો દરજ્જો હજુ પણ અકબંધ છે. તેઓ શિયા મુસ્લિમ છે અને 1989 થી ઈરાનના સર્વોચ્ચ નેતા છે. ખામેની 1981 થી 1989 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ હતા. આયાતુલ્લાહ ખામેની ઈરાની ક્રાંતિના નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીની ખૂબ નજીક હતા.

ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ 1979 માં થઈ હતી. આ ક્રાંતિ પછી, ઈરાનમાં શરિયા કાયદો લાગુ કરવામાં આવ્યો અને તેમને ‘વિલાયત એ ફકીહ’ વ્યવસ્થા હેઠળ ઈરાનના સર્વોચ્ચ નેતાનું પદ મળ્યું. તે સમયમાં આયાતુલ્લાહ ખામેની બીજા સૌથી મોટા નેતા હતા. 1989 માં જ્યારે આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીનું અવસાન થયું, ત્યારે આયાતુલ્લાહ ખામેની તેમના સ્થાને ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા.

આયાતુલ્લાહ ખામેની ઈઝરાયલના કટ્ટર વિરોધી કેમ?

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેની ઈઝરાયલના કટ્ટર વિરોધી છે અને તેની પાછળનું મુખ્ય કારણ ઈરાનનો ઈસ્લામમાં વિશ્વાસ અને એમાંય ઈઝરાયલ એક યહૂદી દેશ છે. આ ઉપરાંત બીજા રાજકીય, વૈચારિક અને વ્યૂહાત્મક કારણો પણ છે.

ઈરાન માને છે કે, ઈઝરાયલે પેલેસ્ટાઇનની ભૂમિ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જેના કારણે તેઓ ઈઝરાયલ વિરુદ્ધ હમાસ અને હિઝબુલ્લાહને સમર્થન આપે છે. ઈઝરાયલનું અમેરિકાની સાથેનું નજીકપણું પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના વિરોધનું કારણ હોઈ શકે છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ સહિતના વિશ્વના અનેક સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો

Published On - 7:36 pm, Tue, 17 June 25